Wednesday, June 24, 2026
HomeGujaratવડોદરામાં સિઝનનો સૌથી મોટો મગર મળ્યો, ખેતરમાં ઘૂસયો 11 ફૂટ લાંબો મગર

વડોદરામાં સિઝનનો સૌથી મોટો મગર મળ્યો, ખેતરમાં ઘૂસયો 11 ફૂટ લાંબો મગર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં જ્યારે પણ વરસાદની સિઝન આવે એટલે વડોદરામાં મગર શહેરી વિસ્તારોમાં દેખવા તે સામાન્ય છે, પણ જ્યારે 11 ફૂટ લાંબો મગર શહેરીજનોની સામે આવવી જાય ત્યારે તેમણે ડરી જાય તે સ્વાભાવિક છે. વડોદરામાં તાજેતરમાં વરસાદી સિઝનમાં એક ખેતરમાં 11 ફૂટ લાંબો મગર ઘૂસી આવ્યો હતો. ખેતરમાં કામ કરતાં લોકોએ એક સંસ્થાને જાણ કરતાં સંસ્થા દ્વારા મગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું, હાલ આ મગરને વન વિભાગના સંરક્ષણમાં મૂકી દેવામાં આવ્યો છે.

વિશ્વમાં તેવા સ્થળોની સંખ્યા ઘણી ઓછી છે જ્યાં મગરો માનવ વસવાટની નજીવ રહેતા હોય. ગુજરાતનું વડોદરા શહેર આવા સ્થળ પૈકીનું એક છે. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટા પ્રમાણમાં મગરોનો વસવાટ છે. વરસાદી સિઝનમાં સામાન્ય રીતે પાણીની સાથે મગરો પણ શહેરી વિસ્તારોમાં ઘૂસી જાય છે. આજે પણ કઈક આવું જ થયું, એક 11 ફૂટ લાંબો મગર રહેણાક વિસ્તારના ખેતરમાં આવી ગયો હતો.

- Advertisement -



આ ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, આજે સવારે દસ વાગ્યેની આસપાસ વડોદરા શહેરની નજીક આવેલા દુમાડના એક ખેતરમાં મગર આવી ગયો હતો. આ મગર 11 ફૂટ લાંબો હોવાના કારણે તેને જોતા જ ખેતરમાં કામ કરતાં શ્રમિકો ડરી ગયા હતા. તેમણે આ વાતની જાણ સ્થાનિક અગ્રણીઓને કરી હતી, ત્યાર બાદ તેમણે વડોદરાની પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. સંસ્થાને કોલ મળતા જ ટીમ રવાના થઇ હતી અને ટીમના ચાર સભ્યોએ સ્થળ પર પહોંચીને સીઝનના સૌથી મોટા મગરને પકડવાનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

સંસ્થાના વોલન્ટીયરએ જણાવ્યું હતું કે, “દોઢ કલાક ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ મગરને પાંજરામાં પુરવામાં સફળતા મળી હતી.” મગર રેસ્ક્યૂ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્વયંસેવી સંસ્થાના અગ્રણીના જણાવ્યા પ્રમાણે મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. હવે તેને સલામત રીતે છોડી મુકવામાં આવશે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular