Thursday, May 14, 2026
HomeGujaratસરકારી હોસ્પિટલ્સ માટે સમસ્યા: ખાનગી હોસ્પિટલમાં હડતાળના પગલે દર્દીઓ વધવાની શક્યતા

સરકારી હોસ્પિટલ્સ માટે સમસ્યા: ખાનગી હોસ્પિટલમાં હડતાળના પગલે દર્દીઓ વધવાની શક્યતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજે સમગ્ર ખાનગી હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ દ્વારા હડતાળ રાખવામા આવી છે. થોડા દિવસ અગાઉ ખાનગી હોસ્પિટલ્સને એક નોટિસ આપવામાં આવી હતી જેમાં કહેવામા આવ્યું હતું કે, હાઈ કોર્ટના આદેશ અનુસાર હવે દરેક હોસ્પિટલ્સમાં ICU વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોવો ફરજિયાત છે અને જો આવું નહીં થાય તો તેના બદલે હોસ્પિટલ સંચાલક અથવા મલીકને કોર્ટમાં પણ જવું પડી શકે છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ્સ દ્વારા સતત આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે આ નિર્ણયના વિરોધમાં અમદાવાદમા ખાનગી હોસ્પિટલ્સ દ્વારા બંધ પાળવામાં આવ્યું છે.

આ અંગે વાત કરતાં અમદાવાદ મેડિકલ એશોસીએશનના ડૉ. મુકેશ મહેશ્વરી જણાવે છે કે, “ખાનગી હોસ્પિટલમાં ICUને લઈ નોટિસ આપવામાં આવી રહી છે. એટલે કે, હોસ્પિટલમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે. ICUએ માત્ર બેડ જ નથી હોતા તેનું આખું સેટઅપ હોય છે. ઓક્સિજન પ્લાન્ટનું પણ સેટઅપ ICU સાથે લગાવવામાં આવેલું હોય છે. એટલે કે, તાત્કાલિક ધોરણે શક્ય નથી કે, ICU વિભાગ છે તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવવામાં આવે. સરકારી ઓથોરિટી દ્વારા ખાનગી હોસ્પિટલ્સને નોટિસ આપવામાં આવી રહી છે જેનો અમદાવાદ મેડિકલ એશોસીએશન વિરોધ કરી રહ્યા છે. આજે 4000 ખાનગી હોસ્પિટલોમાં ઇમર્જન્સી સારવાર બંધ રાખવામાં અવશે અને 30,000 સભ્યો આ નિર્ણયનો વિરોધ કરશે.”

- Advertisement -



ખાનગી હોસ્પિટલ્સની હડતાળના પગલે AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બરોટે જણાવ્યું હતું કે, “હાઇકોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું તે મુજબ અમે હોસ્પિટલને આ નોટિસ આપી છે. આજે ખાનગી હોસ્પિટલ દ્વારા હડતાળ કરાઈ છે ત્યારે કોઈપણ દર્દીને સમસ્યા ન થાય એવો અમારો પ્રયાસ રહેશે. અમદાવાદની VS, SVP, શારદાબેન, LG હોસ્પિટલમાં તમામ દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે ધ્યાન રાખવામાં આવશે. બધા ડોકટર્સ સ્ટેન્ડ બાય રહેશે, કોઈને સમસ્યા નહીં થાય એ અમારી જવાબદારી છે અને અમે નિભાવીશું. હાઇકોર્ટ દ્વારા જે પ્રકારે અમને નિર્દેશ કરવામાં આવ્યો છે, તે મુજબ અમે કાર્યવાહી કરીને આગળ વધી રહ્યા છે. જે સમસ્યાઓ છે, તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. કોર્ટના નિર્ણયથી ઉપર જઈને અમે કોઈ નિર્ણય ન કરી શકીએ. કોઈ સમસ્યા હશે તો તેનો ઉકેલ હાઇકોર્ટ અને સરકાર મળીને લાવશે, અમે કોઈ દર્દીને સમસ્યા ન થાય એ પ્રકારે સેવાઓ ઉપલબ્ધ કરાવીશું.”

અત્રે ઉલ્લેખનીય છે કે જે નિર્ણય ખાનગી હોસ્પિટલ્સ માટે લેવામાં આવ્યો છે તે જ નિર્ણય સરકારી અને કોર્પોરેશન અંતર્ગત આવતી હોસ્પિટલ્સ માટે પણ લેવામાં આવ્યો છે. આમદવાદની મોટા ભાગની સરકારી હોસ્પિટલ્સમાં ICU વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નથી. હવે જ્યારે આ નિર્ણયનો અમલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલ્સ ખાનગી હોસ્પિટલની હડતાળના કારણે વધી રહેલા દર્દીઓ ઉપર ધ્યાન આપશે કે પછી પોતાની હોસ્પિટલના ICUને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડવામાં ધ્યાન આપશે તે ચિંતાનો વિષય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular