Monday, May 11, 2026
HomeGeneralચિરિપાલ ગ્રુપ પર બીજા દિવસે પણ આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત, મોટી સંખ્યામાં...

ચિરિપાલ ગ્રુપ પર બીજા દિવસે પણ આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત, મોટી સંખ્યામાં બેનામી રોકાણ દસ્તાવેજ મળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આવકવેરા વિભાગની ચિરિપાલ ગ્રુપ પર બીજા દિવસે પણ દરોડોની કાર્યવાહી યથાવત રહી હતી. આંબલી અને શિવરંજનીની ઓફિસ સહિત 45 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આવકવેરાને મોટી સંખ્યામાં બેનામી રોકાણના દસ્તાવેજો મળી આવ્યા હતા. ઉપરાંત 10 લોકર મળી આવ્યા છે.

ચિરિપાલ ગ્રુપ શિક્ષણ, ટેક્સટાઇલ, સોલાર, કેમિકલ, બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલું છે. છેલ્લા બે દિવસથી ચિરિપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદમાં કુલ 45 સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો છે. બોપલ રોડ પર પાસે આવેલી ચિરિપાલ ગ્રૂપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન ચિરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

- Advertisement -



આવકવેરા વિભાગને આ દરોડામાં ખૂબ મોટી સંખ્યામાં બેનામી રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે. આ દરોડામાં આવકવેરા વિભાગના 150થી વધારે અધિકારીઓએ તપાસ કરી રહ્યા છે. બીજા દિવસની તપાસ દરમિયાન 3 કરોડથી વધુની રોકડ, સોના ચાંદીની જ્વેલરી, ડિજિટલ ડેટા, હિસાબી ગોટાળાના દસ્તાવેજો મળી આવ્યા છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular