Sunday, May 10, 2026
HomeGeneralરાજકોટઃ ચાલુ બસમાં સગીરા સાથે દુષ્કર્મ, 16 વર્ષની દીકરીને સિવિલથી ઉપાડી પાછી...

રાજકોટઃ ચાલુ બસમાં સગીરા સાથે દુષ્કર્મ, 16 વર્ષની દીકરીને સિવિલથી ઉપાડી પાછી મુકી પણ ગયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સગીર વયની દીકરી પર ચાલુ બસે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી આ ફરિયાદ બાદ પોલીસે થોડા જ સમયમાં તાત્કાલીક પગલા લઈ આરોપીને પણ ઝડપી પાડ્યો છે. પોલીસ સામે વિગતો આવી છે કે સગીર વયની દીકરી 16 વર્ષની છે અને આરોપી પોતે બે સંતાનોનો પિતા છે.

રાજકોટ પોલીસ સામે આવેલી ફરિયાદ પ્રમાણે, રાજકોટના એક વિસ્તારમાં રહેતી છ સંતાનોની માતાના સૌથી નાના પુત્રને ખેંચ આવતા તે તેની સારવાર માટે રાજકોટ સિવિલમાં પહોંચી હતી. તે વખતે તેની સાથે 16 વર્ષની અને 13 વર્ષની દીકરીઓ ઉપરાંત 10 વર્ષનો દિકરો હાજર હતા. આ દરમિયાન ફરિયાદ પ્રમામે એક બાઈક ચાલકે 16 વર્ષની દીકરીને રૂપિયા અને મોબાઈલ ઉપરાંત ફરવા લઈ જવાની લાલચ આપી અને તેને લઈ ગયો, તે પછી તે તેને સ્લીપર કોચમાં બેસાડી ચોટીલા ફરિવાનું કહી ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી બસમાં બેઠો.

- Advertisement -

ત્યારે દીકરીને બસમાં સંબંધ બનાવવાની માગ કરી અને રૂપિયા 500ની લાલચ આપી જોકે સગીરાએ સંબંધ બનાવવાની ના પાડી દીધી. જોકે આરોપીએ બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. આ પછી તેણે બસ ઊભી રખાવી અને તે સગીરા સાથે નીચે ઉતરી ગયો. તે પછી એક કારમાં તેઓ પાછા ગ્રીનલેન્ડ ચોકડી આવ્યા અને ત્યાંથી તે બાઈક પર બેસાડી સગીરાને સિવિલ મુકી ગયો હતો.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular