Thursday, May 28, 2026
HomeSeriesDeewal Seriesક્રાઇમના સાઇબર સેલમા ઓફિસરોની ફૌઝ હતી પણ JCPને એક કોન્સટેબલ યાદ આવ્યો

ક્રાઇમના સાઇબર સેલમા ઓફિસરોની ફૌઝ હતી પણ JCPને એક કોન્સટેબલ યાદ આવ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-38 દીવાલ): ફિરોઝચાચા FerozChacha ની માહિતી સાચી હતી. જેસીપી વિવેક ગૌડે JCP Vivek Gowd હૈદરાબાદ પોલીસ Hyderabad Police ને માહિતી આપી હતી કે તેમના બ્લાસ્ટ કેસ Blast case માં નસીરૂદ્દીન Naseeruddin નો ઉલ્લેખ થઈ રહ્યો છે પણ હૈદરાબાદ પોલીસ Hyderabad Police પાસે નસીરૂદ્દીન Naseeruddin અંગે કોઈ માહિતી ન્હોતી. તેમની માહિતી પ્રમાણે તેણે 5 વર્ષ પહેલા જ હૈદરાબાદ Hyderabad છોડી દીધુ હતું. હવે ક્યા , તેનો પરિવાર ક્યા છે તેની કોઈ જાણકારી ન્હોતી. ફિરોઝચાચા FerozChacha મળ્યા તે ઘટનાને 15 દિવસ વિતી ગયા હતા. હવે તપાસ 1 ઈંચ પણ આગળ જઈ રહી ન્હોતી. ડીસીપી સિન્હા DCP Sinha ને હવે પોતાની કાબેલીયત ઉપર શંકા જવા લાગી હતી. ડીસીપી સિન્હા DCP Sinha ના ચહેરા પર કોઈ અજાણ્યો માણસ પણ વાંચી શકે એટલો તનાવ રહેતો હતો.



આ વાત જેસીપી JCP થી પણ ખાનગી રહી ન્હોતી, તે દિવસે સાંજે તેમણે સિન્હા Sinha ને બોલાવી કહ્યુ હરીશ રીલેક્સ રહો, તુમ મહેનત કરતે હો લેકીન કામ નહીં હો રહા, ડીસ્ટર્બ મત હો. સિન્હા Sinha કંઈ બોલ્યા નહીં. જેસીપી JCP એ કહ્યુ મેને કલ એક લડકે તો બુલાયા હૈ, મે જબ સાબરકાંઠા Sabarkantha મે ડીએસએપી DSP થતા તબ વહ મેરે સાથ કામ કરતા થાં. મેને હી ઉસે પહેલી બાર કોમ્પ્યુટર પે બિઠાયા થા. બહુત અચ્છા લડકા હૈ, શાયદ હમારે કામ આ જાયે. સિન્હાના ચહેરા ઉપર ફરી આશાનું કિરણ દેખાયુ. તેમણે પુછ્યુ સર વહ સાયબર Cyber એકસપર્ટ હૈ? ગૌડ હસ્યા અને કહ્યુ નહીં, વહ સિર્ફ એક મામુલી કોન્સ્ટેબલ હૈ, લેકીન બડા કાબીલ હૈ. ઉસને મેરે સાથ બહુત કામ કીયા હૈ, કલ રાત સે મેં ગોવીંદ કે બારે મેં સોચ રહા થાં. આજ ઉસકે એસપી SP સે ભી બાત કર લી હૈ, વહ કલ તક આ જાયેગા.

સિન્હાને Sinha હવે ગૌડ Gowd સાહેબની કાબેલીયત ઉપર શંકા ગઈ. એક કોન્સ્ટેબલ કઈ રીતે બ્લાસ્ટ કેસ Blast case માં તેમને મદદ કરી શકે? ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પાસે પોતાની સાયબર લેબ હતી અને હોશિયાર ઓફિસર્સ હતા પણ તેમને પણ કોઈ કડી મળતી ન્હોતી. ત્યારે સર એક કોન્સ્ટેબલના ભરોસે કેસ ઉકેલાઈ જશે તેવી આશા રાખી રહ્યા હતા. જો કે બીજી જ ક્ષણે ગૌડ Gowd સાહેબનો નિર્ણય સાચો જ હશે તેવુ પણ લાગી રહ્યુ હતું. સિન્હા Sinha તે દિવસે ઘરે જવા નિકળી ગયા પણ બીજા દિવસે સવારે તેઓ ઓફિસ આવ્યા ત્યારે તેમની ચેમ્બર બહાર તેમણે એક અજાણ્યો ચહેરો જોયો. તેમને જોતા જ પેલો માણસ ઉભો થયો અને તેણે જય હિન્દ સર કહ્યુ, સિન્હા Sinha તેને જયહિન્દ કહી પોતાની ચેમ્બરમાં ગયા અને તેમની પાછળ આવેલા તેમના કમાન્ડોએ કહ્યુ સર પાલનપુર Palanpur થી કોન્સ્ટેબલ ગોવીંદ Constable Govind આવ્યા છે. સિન્હા Sinha એ એક ક્ષણ વિચાર કર્યો અને તેમને યાદ આવ્યુ તેમણે કહ્યુ મોકલો તેને અંદર, તે અંદર આવ્યો, તે પેલો જ હતો જેણે જય હિન્દ કહી સલામ કરી હતી. સિન્હા Sinha એ તરત વાત ઉપર આવી જતાં કહ્યુ ગોવીંદ Constable Govind તમને બ્લાસ્ટ કેસ Blast case તો ખબર છે પણ હવે તેમા કોઈ પ્રગતિ થઈ રહી નથી. જેસીપી JCP સાહેબ તમારી બહુ તારીફ કરતા હતા, સાહેબે કહ્યુ છે કે ગોંવીદ Govind સારો છોકરો છે, આપણને મદદ કરી શકે છે. ગોવીંદે Govind કહ્યુ આજે હું જે કંઈ શીખ્યો તે બધુ ગૌડ સાહેબના કારણે નહીંતર આજે પણ આર્ટીલરીમાં કામ કરતો હોત. સિન્હાએ કહ્યુ ગોવીંદ Govind કંઈ પણ કરો, યાર મારી આબરૂનો સવાલ છે. ગોવીંદે Govind કહ્યુ સર હું પ્રયત્ન કરીશ. સિન્હા Sinha એ કહ્યુ ગોવીંદ પ્રયત્ન નહીં પરિણામ જોઈએ, તારે જે કંઈ મદદ જોઈતી હોય તે બોલ હું મારા માણસો અને ગાડીઓ તને આપીશ પણ કોઈક લાઈન આપ. ગોવીંદે 1 મિનિટ વિચાર કરી કહ્યુ સર મારે તમામ બ્લાસ્ટ સ્પોટ ઉપર જવુ પડશે અને પેપરમાં વાંચ્યુ હતું કે તમે વટવાના કોઈ મકાનને પણ શોધી કાઢ્યુ ત્યાં પણ જવુ પડશે.



સિન્હા Sinha ના ચહેરા ઉપરના હાવભાવ બદલાયા, તેમને લાગ્યુ કે ગોવીંદ Govind જાણે બહુ મોટો ઈન્વેસ્ટીગેટર Investigator હોય તેવો દેખાવ કરી રહ્યો છે. જો કે સિન્હાના મનમાં આવેલી વાત ગોવીંદ Govind સમજી ગયો હોય તેમણે તેણે સ્પોટ ઉપર જવાનું કારણ સમજાવતા કહ્યુ સર સ્પોટ ઉપર અથવા વટવા Vatva ના પેલા મકાનમાં રહેલા લોકો ફોનનો ઉપયોગ તો કર્યો જ હશે. મારે સ્પોટ ઉપર જઈ સેલ આઈડી લેવી છે. પહેલા ટાવર લોકેશન Tower location મળે તો તેની ઉપર કામ થઈ શકે તેમ છે. સિન્હા Sinha વિચાર કરવા લાગ્યા, અમદાવાદ Ahmedabad જેવા શહેરમાં લાખો લોકો ફોન વાપરે છે ત્યારે સ્પોટ ઉપર ક્યા ફોનનો ઉપયોગ થયો હશે અને તે પણ બ્લાસ્ટ કરનારે ક્યો નંબર વાપર્યો હશે તે કઈ રીતે નક્કી થઈ શકે? પણ ગોવીદ Govind ની બોડી લેગ્વેજમાં ગજબનો વિશ્વાસ દેખાતો હતો. સિન્હાએ યાદ કર્યુ પણ તેમણે ક્યારેય ગોવીદ Govind નું નામ અને કામ સાંભળ્યુ હોય તેવુ યાદ ન્હોતુ આવ્યુ અને જ્યારે ગૌડ Gowd સાહેબ ગોવીંદ ઉપર ભરોસો મુકી રહ્યા હતા ત્યારે પોતાને ભરોસો મુકવામાં કઈ વાંધો ન્હોતો. છતાં એક પોલીસ અધિકારી તરીકે શંકા કરવાનો સ્વભાવ થઈ જાય છે. તેમણે ગોવીંદ Govind ને પુછ્યુ કોમ્પ્યુટર સાયન્સ ભણ્યા છો? ગોવીંદ હસ્યો, તેણે કહ્યુ ના સાહેબ હું તો ડિઝલ મિકેનીક હતો. સિન્હાના ચહેરા ઉપર એકદમ રૂક્ષતા આવી ડિઝલ મિકેનીક અને મોબાઈલ એન્જીનિયર કઈ રીતે બને કોઈ વાતનો તાળો મળતો ન્હોતો, પણ ગોવીંદને હવે વધુ સવાલ પુછવાનો અર્થ થતો હતો કે ગૌડ સાહેબ ઉપર શંકા કરવી.

- Advertisement -

તેમણે તરત ઈન્ટરકોમ ફોન ઉપડ્યો અને પહેલા નંબર યાદ કર્યો અને ડાયલ કરતા તરત ફોન ઉપડ્યો, જાડેજા Jadeja હું ગોવીદ Govind ને તમારી પાસે મોકલુ છું, અરે ગોવીંદ Govind એસકે પોલીસમાં છે, જેસીપી JCP સાહેબ સાથે કામ કરેલુ છે, આપણી સાથે હમણાં બ્લાસ્ટ કેસ Blast case માં તેમને એટેચ કર્યા છે. તમારી પાસે મોકલુ છે, તેઓ જે મદદ માંગે તે આપજો અને આપણી સાયબર લેબ સાથે પણ તેમનો પરિચય કરાવી દેજો. ફોન મુક્યો અને બેલ મારી કમાન્ડોને બોલાવી કહ્યુ આમને જાડેજા Jadeja પાસે લઈ જાઓ. ગોવીંદે Govind ફરી સલામ કરી તે સિન્હા Sinha ની ચેમ્બરમાંથી બહાર નિકળી જાડેજા Jadeja ની ચેમ્બર તરફ જવા રવાના થયા. સિન્હા Sinha ને જેસીપી JCP નો આ નિર્ણય પસંદ આવ્યો ન્હોતો, પોતે પણ આઈઆઈટી IIT માં અભ્યાસ કરી આવ્યા હતા.



તેઓ રોજ સાયબર લેબમાં બેસી રોજ કોઈને કોઈ પ્રયત્ન કરતા હતા છતાં કોઈ કડી મળતી ન્હોતી. ત્યારે એક સાવ નાના શહેરનો કોન્સ્ટેબલ અમદાવાદમાં આવી હવે બ્લાસ્ટ કેસ Blast case ને ટ્રેક કેવી રીતે કરશે? સિન્હા Sinha એ ગુગલમાં જઈ ગોવીંદ Govind નું નામ નાખ્યુ પણ તેના નામનો કોઈ ઉલ્લેખ ગુગલ બતાડતુ ન્હોતુ, તે સાંજે જાડેજા Jadeja એ સિન્હાને મળવા આવ્યા ત્યારે તેમણે પણ સિન્હા સામે વાત કરતા કરતા સવાલ કર્યો કે સર ગોવીંદ કઈ રીતે કામ કરશે? જાડેજા Jadeja એ કહ્યુ તેઓ આખો દિવસ ગોંવીદ Govind સાથે સ્પોટ ઉપર ફર્યા હતા, તે સ્પોટ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં કંઈક લખતો અને ચેક કરતો હતો. જાડેજા Jadeja ને સાયબર ક્રાઈમ Cyber ​​Crime સાથે બારમો ચંદ્રમા હતો પણ તેમને એક શબ્દ યાદ રહી ગયો હતો તેમણે કહ્યુ સર ગોવીંદ લેટીટ્યુડ શોધી રહ્યો હતો. જાડેજા Jadeja એ જે રીતે વાત કરી ત્યારે સિન્હાને લાગ્યુ કે ગોવીંદ જે રીતે કામ કરી રહ્યો છે તે રીતે તેમના માટે જેકપોટ પણ સાબીત થઈ શકે છે. અમદાવાદ Ahmedabad માં થયેલા બ્લાસ્ટ પહેલા મુંબઈ, બેગ્લોર અને આગ્રા Mumbai, Bangalore and Agra માં પણ બ્લાસ્ટ થયા હતા. તમામ બ્લાસ્ટ હજી એનડીટેક્ટ હતા પણ જો ગોવીંદ Govind કામ કરી ગયો તો આપણો વટ પડી જશે.

(ક્રમશ:)

PART – 37 | પોલીસ ચારે બાજુથી ઘેરાઇ ગઇ હવે પોલીસ માટે ગોળીબાર સિવાય કોઇ વિકલ્પ રહ્યો ન્હોતો

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular