નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વહેલી પરોઢીએ અચાનક કુતરાઓનો ભસવાનો અવાજ સતત ચાલી રહ્યો હતો. પરોઢીયાની પણ ઉંઘ બગાડવા માટે આ અવાજ પુરતો હતો. સામાન્ય દિવસો અને વડોદરા સિવાય અન્ય વિસ્તારમાં રહેતા હોય તેમને આ સમયે લાગે કે ચોર કે કોઈ અજાણ્યું આવું હશે પરંતુ વડોદરામાં ચોમાસાના માહોલમાં આવું વિચારવું ભુલ ભરેલું લાગે કારણ અહીં વીડિયોમાં આપ જોઈ શકશો કે રાત્રીના અંધકાર અને સુમસાન રસ્તા પર માનવ વસ્તી વચ્ચેથી પસાર થતો મગર જોવા મળે છે.
વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે મગરનું જોખમ એટલું જ વધારે છે. આ સિલસિલા વચ્ચે લગભગ જે વિસ્તારોમાં જોવા ન મળ્યા હોય તેવા વિસ્તારોમાં પણ હવે મગર જોવા મળવા લાગ્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક કોમ્પલેક્ષની બહાર અચાનક કુતરાઓ વહેલી પરોઢે ભસી રહ્યા હતા. ત્યાં હાજર એક સ્થાનીકે બાલ્કનીની બહાર જોયું તો ઉંઘ સાવ ઉડી જ ગઈ. તેમના કોમ્પલેક્ષની બહારના રસ્તા પર જાણે મોર્નિંગ વોક માટે નીકળ્યો હોય તે રીતે મગર ફરતો હતો. આવો જોઈએ આ વીડિયો…








