Thursday, April 23, 2026
HomeGeneralમહારાષ્ટ્ર સરકારે પેટ્રોલની કિંમત 5 રૂપિયા ઘટાડી, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો કાપ

મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલની કિંમત 5 રૂપિયા ઘટાડી, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો કાપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવને પગલે વિવિધ વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે ત્યારે દેશમાં જ્યાં મોટા ભાગે પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર ચાલી રહ્યા છે ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર લાદવામાં આવતો ટેક્સ ઘટાડવાનો નિર્ણય કરાયો છે. જે પછી રાજ્યમાં ઓઈલના ભાવોમાં થોડી રાહત મળશે. કેટલાક દિવસો પહેલા જ મુખ્યમંત્રી પદ સંભાળનારા એકનાથ શિંદેએ ગુરુવારે જાહેરાત કરી કે મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વેટને ક્રમશઃ 5 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લીટર ઓછા કરશે. તે પછી હવે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5 રૂપિયા અને ડિઝલ 3 રૂપિયા સસ્તું થયું છે.

આ ઘટાડા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત હવે 111.35 રૂપિયાથી ઘટીને 106.35 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. તે જ સમયે, ડીઝલ 97.28 રૂપિયાથી 94.28 રૂપિયા થશે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બાદ આજે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એકનાથ શિંદે અને તેમના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી.

- Advertisement -

શિંદેએ જણાવ્યું હતું કે “કેન્દ્ર સરકારે 4 મે, 2022 ના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પણ રાજ્યોને તેમના કર ઘટાડવાની અપીલ કરી હતી. અગાઉની સરકારે ઘટાડો કર્યો ન હતો પરંતુ અમારી સરકારે નિર્ણય કર્યો છે કે તે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો.જોકે તેનાથી સરકારની તિજોરી પર 6 હજાર કરોડનો બોજ પડશે, પરંતુ તેનાથી રાજ્યમાં મોંઘવારી ઘટશે.

દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ટ્વીટ કરીને કહ્યું કે, “આ મરાઠી માનુષ માટે આ મોટી રાહત છે.”

ગુરુવારે પણ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક તેલની કિંમતો પર તેની કોઈ અસર થશે કે કેમ તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular