નવજીવન ન્યૂઝ. ઓટાવા (કેનેડા): ભારતે બુધવારે કેનેડાના ઓન્ટારિયોના રિચમન્ડ હિલ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અપમાન પર ઊંડો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભારતે મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડવાની ઘટનાની તપાસની માગ કરી છે. ઓટાવા પોલીસે કહ્યું છે કે તે હેટ ક્રાઈમ તરીકે તેની તપાસ કરી રહી છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી)એ યોર્ક પ્રાદેશિક પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુ પરના વિષ્ણુ મંદિરમાં સ્થિત પ્રતિમા તોડી નાખવામાં આવી છે.
“રિચમન્ડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અપમાનથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તોડફોડના આ ગુનાહિત, જઘન્ય કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે. અમે કેનેડિયન સત્તાધીશોને આ હેટ ક્રાઈમની તપાસ કરવા હાકલ કરીએ છીએ. અમે તેમના સંપર્કમાં છીએ,” ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટ કર્યું.
ઓટાવામાં હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય સમુદાયને આતંકિત કરવાનો પ્રયાસ કરી રહેલા આ હેટ ક્રાઈમથી ભારત ખૂબ જ દુઃખી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતે તપાસ માટે કેનેડાની સરકારનો સંપર્ક કર્યો છે અને સરકારને ગુનેગારોને વહેલી તકે સજા થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
“અમે ભારતીય સમુદાયને આતંકિત કરવા માગતા આ હેટ ક્રાઈમથી ખૂબ જ દુઃખી છીએ. આનાથી અહીંના ભારતીય સમુદાયમાં ચિંતા અને અસુરક્ષા વધી છે. અમે તપાસ માટે કેનેડાની સરકારનો સંપર્ક કર્યો છે અને ગુનેગારોને ઝડપી સજાની માગણી કરી છે.” હાઈ કમિશને એક ટ્વિટમાં જણાવ્યું હતું.
સ્થાનિક પોલીસે તેને નફરત અને “પક્ષપાત”થી પ્રેરિત ઘટના ગણાવી છે. યોર્ક પ્રાદેશિક પોલીસના પ્રવક્તા કોન્સ્ટેબલ એમી બૌડ્રેઉએ જણાવ્યું હતું કે, “કોઈએ ‘બળાત્કારી’ અને ‘ખાલિસ્તાન’ સહિત ‘ગ્રાફિક શબ્દો’ વડે પ્રતિમાને ખંડિત કરી છે. તેમણે કહ્યું કે યોર્ક રિજનલ પોલીસ કોઈપણ સ્વરૂપમાં હેટ ક્રાઈમને સહન કરતી નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








