Thursday, April 23, 2026
HomeGujaratઅમદાવાદ: RJ કૃણાલની પત્ની બાદ હવે પિતાએ પણ કર્યો આપઘાત, રેલવે ક્રોસિંગ...

અમદાવાદ: RJ કૃણાલની પત્ની બાદ હવે પિતાએ પણ કર્યો આપઘાત, રેલવે ક્રોસિંગ પાસેથી મળ્યો મૃતદેહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં જાણીતા રેડિયો જોકી કૃણાલના પિતાએ જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી તેમના પિતા ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇનો મૃતદેહ મળી આવ્યો છે. તેમની પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદીઓને મિર્ચી મુર્ગા નામે મનોરંજન આપી જાણીતો બનેલો રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. આપઘાતની જાણકારી મળતા જ સોલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસને RJ કૃણાલના પિતા પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી હતી. પોલીસે કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ઉપરાંત પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધવામાં આવ્યું છે.

- Advertisement -



ઉલ્લેખનીય છે કે, RJ કૃણાલની પત્નીએ લગ્ન થયાના બે જ મહિના બાદ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. બંને એક વર્ષ સુધી સંપર્કમાં રહ્યા બાદ પરિવારની મંજૂરીથી તા. 24-11-2015ના રોજ ભૂમિએ કૃણાલ સાથે લગ્ન કર્યા હતા. 21 જાન્યુઆરી 2016એ ભૂમિ દેસાઈએ આનંદનગરના 100 ફૂટ રોડ ઉપર આવેલા સચિન ટાવરના H બ્લોકના દસમાં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular