પ્રશાંત દયાળ નવજીવન : વડોદરાની સ્વૈચ્છીક સંસ્થામાં કામ કરતી યુવતી ઉપર વડોદરામાં સામહિક દુષ્કર્મ થયા પછી યુવતીએ ગુજરાત કવીનમાં વલસાડ પાસે આત્મહત્યા કરી લીધી હતી, આ મામલે વડોદરા પોલીસ સહિત રેલવે પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સંયુકત રીતે કામ કરી રહી છે. બનાવના 11 દિવસ સુધી આકાશ પાતાળ એક કરી રહેલી પોલીસ એક નાનકડી સફળતા મળી છે, જેમાં ટ્રેનમાં યુવતીનો પીછો કરનાર એક શંકાસ્પદને ક્રાઈણ બ્રાન્ચે સોમવારની રાતે સુરતમાંથી ઝડપી લીધો હોવાની જાણકારી સુરતના સુત્રોએ આપી છે, આત્મહત્યા પહેલા યુવતી ટ્રેનના વોશરૂમમાંથી કોઈ પોતાનો પીછો કરી રહ્યો હોવાનો એસએમએસ કર્યો હતો, સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી ડરેલી ત્યારે ફરી તેનો કોઈ પીછો કરી રહ્યો હોવાની ખબર પડતા તેણે ડરમાં આત્મહત્યા કરી લીધી હતી, જો કે આ શકમંદ અને વડોદરાના દુષ્કર્મી વચ્ચે કોઈ સંબંધ નથી તેમ રેલવે પોલીસના સુત્રોએ જણાવ્યુ છે.
રેલવે પોલીસમાં નોંધાયેલા આત્મહત્યાની ઘટનાનો છેડો વડોદરાથી શરૂ થતો હોવાને કારણે તપાસમાં વડોદરા પોલીસ પણ સામેલ થઈ ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાતા સિનિયર અધિકારીઓ વચ્ચે અંહમનો ટકરાવ પણ શરૂ થયો હતો. ત્રણ ત્રણ એજન્સીઓ સાથે કામ કરી રહી હોવા છતાં વડોદરામાં દુષ્કર્મ કરનાર આરોપીઓ હજી પોલીસની પક્કડથી બહાર છે, તપાસ કરનાર એજન્સીનો ફરિયાદ છે આ મામલે સ્વૈચ્છીક સંસ્થાના વહિવટકર્તા પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યા નથી , જે દિવસે દુષ્કર્મની ઘટના ઘટી તેની જાણકારી તેમને હોવા છતાં તેમણે આ મામલે પોલીસને કોઈ જાણકારી આપી નહીં, આ ઉપરાંત આવી નાજુક માનસીક સ્થિતિમાં યુવતીને એકલી ઘરે જવાની છુટ આપી હતી. પોલીસે સંસ્થામાં કામ કરતા અનેક યુવક યુવતીઓની પુછપરછ કરી છે જેમાંથી કેટલીક યુવતીઓની ડાયરી પણ તપાસી છે જેમાં કેટલાંક એક તરફી પ્રેમનો ઉલ્લેખ પણ છે જો કે તેમને દુષ્કર્મની ઘટના સાથે કોઈ સંબંધ નથી પરંતુ સંસ્થામાં કઈક ગરબડ છે તેવી આશંકા તેમને થઈ રહી છે.
દુશ્કર્મ અને આત્મહત્યાની ઘટના પાછળ એક જ આરોપી છે કે બંન્ને ઘટના અલગ છે તેની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી હતી, જેમાં અનેક સીસી ટીવી જોયા પછી એક શંકાસ્પદ વ્યકિતને અલગ તારવ્યો હતો જે રેલવે સ્ટેશન ઉપર હતો તે યુવતીનો પીછો કરી રહ્યો હતો અને તે શંકાસ્પદ પછી ભાગતો દેખાય છે, ક્રાઈમ બ્રાન્ચે આ શંકાસ્પદને સુરતમાંથી શોધી કાઢયો હતો, જેણે રેલવે સ્ટેશન ઉપર એકલી યુવતી જોઈ તેનો પીછો શરૂ કર્યો હતો હાલમાં તેને અમદાવાદ લાવી પુછપરછ કરવામાં આવી રહી છે, આ શંકાસ્પદ માણસના જ ડરમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવુ છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









