Wednesday, June 24, 2026
HomeInternationalશ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા સામાન પેક કરી નિકળી ગયાની ચર્ચા વચ્ચે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિભવનમાં...

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા સામાન પેક કરી નિકળી ગયાની ચર્ચા વચ્ચે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિભવનમાં ઘુસ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ જોરદાર વિરોધ ચાલી રહ્યો છે. શ્રીલંકાના લોકો મોંઘવારીના વિરોધમાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા છે. ભારે વિરોધને જોતા ગોટાબાયા રાષ્ટ્રપતિ ભવન છોડી ગયા છે.

આર્થિક કટોકટી સામે ઉગ્ર વિરોધ

- Advertisement -

શ્રીલંકામાં આર્થિક કટોકટી સામે વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. રાજધાની કોલંબોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા છે, જ્યારે ઘણાએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું છે. દરમિયાન એવા સમાચાર છે કે રાજપક્ષે આ હાલતમાં જ ચાલ્યા ગયા છે.

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ શનિવારે બેરિકેડ હટાવીને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. ડેઈલી મિરરે અહેવાલ આપ્યો છે કે, પોલીસે શનિવારે સવારે રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં પ્રવેશતા વિરોધીઓને રોકવા માટે વોટર કેનન અને ગોળીબાર તેમજ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

જોકે, વિરોધીઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ આવાસમાં પ્રવેશ્યા હતા. રાજપક્ષે પર માર્ચથી રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. એપ્રિલમાં વિરોધીઓએ તેમની ઓફિસના પ્રવેશદ્વાર પર કબજો કર્યો ત્યારથી તેઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનો ઉપયોગ તેમના નિવાસસ્થાન અને કાર્યાલય તરીકે કરી રહ્યા છે.

- Advertisement -

કોલંબોમાં વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ ગોટાબાયાએ જગ્યા ખાલી કરી દીધી હતી. દરમિયાન, વિરોધ પ્રદર્શન દરમિયાન બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે અને તેમને કોલંબોની નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular