Wednesday, April 22, 2026
HomeGujarat2001ના ભૂકંપના આફ્ટરશોક 21 વર્ષ બાદ પણ યથાવત, ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ

2001ના ભૂકંપના આફ્ટરશોક 21 વર્ષ બાદ પણ યથાવત, ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ: ગુજરાતમાં 2001માં જે ભૂકંપ આવ્યો તેને 21 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, પરંતુ કચ્છના લોકો કે ગુજરાતનાં લોકો હજુ સુધી એ ભૂકંપને ભૂલ્યા નથી. 2001ના આ ભૂકંપ પછી પણ ગુજરાતમાં અનેક વાર નાના નાના ભૂકંપ આવતા રહ્યા છે. કચ્છના ભચાઉમાં ગઇકાલે મધરાતે 3.2ની તીવ્રતાનો ભૂકામ આવ્યો હતો જેના કારણે ભચાઉના લોકો ચિંતામાં આવી ગયા હતા, જોકે આ ભૂકંપમાં કોઈ પ્રકારનું નુકસાન થયું ન હતું.

ઉલ્લેખનીય છે કે ગત મહિને જ 14 તારીખે જ ભચાઉના બંધડી નજીક 3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, અને ગત રાતે ફરીથી ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અત્યારે ગુજરાતમાં એક તરફ મેઘ મુસળાધાર વરસી રહ્યા છે ત્યારે એક બાજુ ભૂકંપ આવી રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતાની લાગણી ઊભી થઈ છે. જોકે રાજ્ય અને દેશના ભૂસ્તર શાસ્ત્રીઓએ 2001ના ભૂકંપ પછી આફ્ટરશોક ચાલુ રહેશે તેવી જાણકારી આપીને લોકોને નિશ્ચિંત રહેવા કહ્યું હતું, પરંતુ 2001ના આ ભૂકંપના આફ્ટરશોક 21 વર્ષ બાદ પણ હજુ યથાવત છે જેના કારણે લોકોમાં ચિંતા થવી સ્વાભાવિક છે.

- Advertisement -

ભુજના લોકો કેમ ભૂકંપની ચિંતા કરે છે?

26 જાન્યુઆરી, 2001ના રોજ જે ભૂકામ આવ્યો તેને લગભગ આખું કચ્છ નષ્ટ કરી નાખ્યું હતું. કચ્છના લોકોએ જે નુકશાન ભોગવ્યું છે તેને યાદ કરીને હવે સામાન્ય ભૂકંપમાં પણ કચ્છના લોકો ભયભીત થઈ જાય છે. 2001ના દિવસે સવારે 8.46એ ભૂકંપ આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિમી દક્ષિણ-પશ્ચિમે હતું. આ ભૂકંપ 7.7ની તીવ્રતાનો હતો. ભૂકંપને કારણે આશરે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, ૧,૬૭,૦૦૦ લોકો ઇજા પામ્યા હતા અને આશરે ૪,૦૦,૦૦૦ ઘરો નાશ પામ્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular