Wednesday, April 22, 2026
HomeGujaratCM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય: આ વર્ષે ધામધૂમથી મનાવાશે ગણેશોત્સવ, ગત વર્ષે લાગુ...

CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય: આ વર્ષે ધામધૂમથી મનાવાશે ગણેશોત્સવ, ગત વર્ષે લાગુ કરાયેલા નિયમો દૂર કરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણી પર તંત્ર દ્વારા કેટલાક નિયમો લાદવામાં આવ્યા હતા. જો કે હાલ કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાના કારણે ગુજરાતવાસીઓ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આગામી ગણેશોત્સવના પર્વને લઈને CM ભુપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.ગુજરાતમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપના પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે.ગત વર્ષ ર૦ર૧માં ગણેશોત્સવમાં કોરોનાની સ્થિતીને ધ્યાનના રાખીને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવા માટે ગાઇડ લાઇન્સ બનાવવામાં આવી હતી. જે મુજબ સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

- Advertisement -

ગુજરાતમાં આ વર્ષે કોરોનાની સ્થિતિ નબળી પડતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે.ગણપતિની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular