Wednesday, April 22, 2026
HomeGujaratઅમદાવાદ: સ્માર્ટ સિટી એટલે સોનાના રસ્તા ન હોય, વરસાદમાં શહેર જળબંબાકાર થતાં...

અમદાવાદ: સ્માર્ટ સિટી એટલે સોનાના રસ્તા ન હોય, વરસાદમાં શહેર જળબંબાકાર થતાં તંત્રનો જવાબ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં કાગડોળે વરસાદની રાહ જોવાઇ રહી હતી. તેવામાં ગઇકાલે શહેરમાં અનાધાર વરસાદ વરસતા એક મહિનાનો વરસાદ 3 કલાકમાં જ વરસી ગયો હતો. સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં 3 કલાકના વરસાદે તંત્રના પ્રિ-મોનસૂનના કમિગીરીની પોલ ખોલી નાખી હતી. તેવામાં તંત્રનો બચાવ કરતાં AMCના વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે કહ્યું કે, સ્માર્ટ સિટી એટલેસોનાના રોડ ન હોય.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેવામાં અમદાવાદમાં ગઇકાલે પડેલા પહેલા વરસાદે જ શહેરને ઘમરોડી નાખ્યું હતું. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ધૂટણ સમા પાણી ભરાઈ ગયું હતું, તો કેટલીક જગ્યાએ ભુવા પડી જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક વિસ્તારોમાં જળ બંબાકાર થતાં સ્માર્ટ સિટીની આબરૂ પાણીમાં વહી ગઈ હતી.

- Advertisement -

અમદાવાદમાં પડેલા વરસાદ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જાણવાયુ હતું કે, અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ઉસ્માનપૂરા વિસ્તારમાં 9 ઇંચ પડ્યો હતો. જ્યારે શહેરમાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ક્લાઈમેટ ચેન્જ થવાના કારણે વરસાદની પેર્ટન બદલાઈ છે. એક મહિનાનો વરસાદ માત્ર 3 કલાકમાં પડી ગયો હતો. પાણી ભરવાના કારણે શાહીબાગ અન્ડરપાસ મીઠાખળી અન્ડર પાસ, અખબાર નગર અન્ડર પાસ બંધ કરવા પડ્યા હતા.

પત્રકાર પરિષદમાં AMCના વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું. અમદાવાદમાં દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા અંગે તેમને પ્રશ્ન પૂછતાં તેમણે બફાટ મારીને કહી દીધું કે, સ્માર્ટ સિટી એટલેસોનાના રસ્તા નથી હોતા. તત્કાલિન CM નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટી માટેના 10 પેરામીટર મુક્યા હતા. તે મુજબ શહેરને સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં મુકવામાં આવ્યું છે. જ્યારે શહેરમાં ભારે વરસાદ પડે છે ત્યારે વરસાદ બંધ થયાના ચાર કલાકમાં પાણી ઉતરતા થાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular