Friday, May 1, 2026
HomeSeriesDeewal SeriesDCPએ કહ્યુ જાડેજા ઇન્ફર્મેશન હે અભી ભી બ્લાસટ એક્યુઝ અમદાવાદ મે હો...

DCPએ કહ્યુ જાડેજા ઇન્ફર્મેશન હે અભી ભી બ્લાસટ એક્યુઝ અમદાવાદ મે હો શકતે હે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-30 દિવાલ): ડીસીપી સિન્હા DCP Sinha જેસીપી ગૌડ JCP Goud ને મળી તેમની ઓફિસના પગથીયા ઉતરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયુ કે બધા પોલીસવાળા બુલેટપ્રુફ જેકેટ Bulletproof jacket પહેરી તૈયાર હતા. તેમના ખભા ઉપર એ કે 47 AK 47 રાયફલો પણ હતી, કવીક રીસ્પોન્સ ટીમ પણ આવી ગઈ હતી, કાળા કપડામાં સજજ કમાન્ડો પાસે આધુનિક હથિયારો સાથે તેઓ પણ પોલીસ સાથે કતારમાં ગોઠવાઈ ગયા, હતા. DCP ને જોતા ઈન્સપેકટર જાડેજા Jadeja મોટા અવાજે કહ્યું સાવધાન, કમાન્ડો અને પોલીસવાળા સાવધાન થઈ ગયા. ડીસીપી સિન્હા DCP Sinha નજીક આવ્યા એટલે જાડેજા Jadeja સલામ કરી, સિન્હાએ તમામ સામે એક નજર ફેરવી કહ્યું આરામ સે બધા વિશ્રામ થઈ ગયા. સિન્હા Sinha એ ઉંડો શ્વાસ લીધો અને કહ્યું દેખો એક ઈન્ફરમેશન હૈ, બ્લાસ્ટ કેસ કે આરોપી અભી ભી અમદાવાદ મેં હો શકતે હૈ, હમ ઓપરેશન પે જા રહે હે, અગર વો હમે મીલ ગયે તો સરન્ડર કરને કી સંભાવના બહુત કમ હૈ, વો એસોલ્ટ ભી કર શકતે હૈ, હમે ઉસકે લીયે તૈયાર રહેના હોગા. હમે જો ઈન્ફરમેશન મીલી હૈ, વો સિવિલીયન એરીયા હૈ, ઓપરેશન મેં અગર ફાયરીંગ કી નૌબત આતી હૈ તો ધ્યાન રહે કોઈ સિવિલીયન કી કેઝયુલીટી ના હો. મેરે લીયે આપ સભી કિંમતી હૈ, અપની ભી રક્ષા કરે, એક છોટી ભુલ હમે ભારી પડતી શકતી હૈ, હમ તીન હિસ્સો મેં ઓપરેશન કરેંગે.



પછી જાડેજા Jadeja સામે જોતા પુછયું ટીમની સંખ્યા શું છે. જાડેજાએ સાવધાન થતાં કહ્યું કયુઆરટી કે સાથ કુલ તીસ જવાન હૈ, સિન્હા Sinha એ ફરી ટીમ સામે જોતા કહ્યું મેં પુરે ઓપરેશન કો લીડ કરૂગા, હમ સબ એક સાથે ચલેંગે લેકીન કુછ દૂરી પર એક ટીમ રીર્ઝવ ટીમ કે તૌર પે બહાર રૂક જાયેગી. એક ટીમ ઓપરેશન ટીમ કો કવર દેગી ઓર મેરે સાથે દસ આદમી રહેંગે જો જહા ભી આતંકી છીપે હોને કી સંભાવના હૈ વહા એટેક કરેંગે, સિન્હા Sinha એ આખી ટીમ સામે જોયું પછી પુછયું કોઈ સવાલ, બધાએ સાવધાન થતાં કહ્યું, નહીં સર. સિન્હાએ કહ્યું તો ઠીક હૈ ચલો હમ ચલતે હૈ, હમ Walkie-talkie સે સંપર્ક મેં રહેંગે, પછી યાદ આવ્યું હોય તેમ સભી અપને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કર દો ઓપરેશન ખતમ હોને તક કોઈ ફોનના ઈસ્તમાલ નહીં કરેગા.પછી તેમણે પોતાનો ફોન ખીસ્સામાંથી કાઢી સ્વીચ ઓફ કર્યો તે જોઈ તમામ અધિકારીઓ અને જવાનો ફોન સ્વીચ ઓફ કરવા લાગ્યા. ડીસીપી DCP ઝડપભેર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની બહાર નિકળ્યા અને પોતાની કવોલીસમાં ગોઠવાઈ ગયા, તમામ અધિકારીઓ અને જવાનો પણ દોડતા પોતાના વાહનોમાં ગોઠવાઈ ગયા, કયુઆરટી વાળા બુલેટ પ્રુફ Bullet proof ગાડીમાં ગોઠવાઈ ગયા અને પોલીસનો કાફલો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના વિશાળ ઐતિહાસીક દરવાજાની બહાર નિકળ્યો, કતારબંધ પોલીસના વાહનો જોઈ લોકોને આશ્ચર્ય થતુ હતું, શહેરમાં કઈક બન્યું છે તેવું બધાને લાગી રહ્યું હતુ.

ડીસીપી સિન્હા DCP Sinha ની કાર સૌથી આગળ હતી, સામાન્ય રીતે કારમાં બેઠા પછી સિન્હા Sinha જગ્યાનું નામ બોલે એટલે ડ્રાઈવર તેમની કાર તે રસ્તા ઉપર દોડાવવા લાગતો હતો, પણ આજે સિન્હા Sinha એ પોતાના ડ્રાઈવરને કહ્યું મેં કહેતા હું વો રાસ્તે પે લે લો, સિન્હા Sinha જેમ જેમ રસ્તો બતાડતા ગયા તેમ તેમ ડ્રાઈવર પોતાની કાર ચલાવતો ગયો, એકદમ સિન્હાને યાદ આવ્યુ તેમણે પોતાની આગળની ડ્રાઈવરની સીટમાં બેઠેલા વાયરલેસ ઓપરેટરને પુછયું અરે મેરા વેપર ઔર બુલેટપ્રુફ Bullet proof તો લીયા હૈના.. ઓપરેટરે પાછા વળી જોયુ પછી સિન્હા Sinha ની પાછળ બેઠેલા તેમના કમાન્ડો Commando એ તરત પોતાની પાસે રહેલી નાઈન એમએમ પીસ્તોલ 9 MM pistol અને બુલેટપ્રુફ જાકીટ સિન્હાના હાથમાં મુકયા. સિન્હાએ પીસ્તોલનું મેગજીન કાઢી કારતુસો બરાબર છે કે નહીં તે જોઈ લીધુ. તેમણે સીટ ઉપર થોડા આગળ થઈને પોતાનું જાકીટ પણ પહેરી લીધુ, તેમણે પાછળ વળી જોયુ, કમાન્ડોને ખબર પડી નહીં કે સાહેબ કેમ પાછળ જોયુ, પણ તેમણે ખાતરી કરી કે કમાન્ડોએ પણ જાકીટ પહેર્યું છે કે નહીં, પણ કમાન્ડોએ તો કારમાં બેસતા પહેલા જ જાકીટ પહેરી લીધુ હતું.



સિન્હા Sinha એ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માંથી જતા પહેલા ગુગલ ઉપર વટવા યાકુબનગર Vatva YakubNagar જવાનો રસ્તો જોઈ લીધો હતો. જેના કારણે તેઓ એકમદ એકયુરેટ રસ્તો ડ્રાઈવરને બતાડી રહ્યા હતા, ડ્રાઈવર વિચારી રહ્યો હતો કે સાહેબને લઈને તો તે આ રસ્તે કોઈ દિવસ આવ્યો નથી. છતાં સાહેબને આ રસ્તો કેવી રીતે ખબર હશે. પોલીસનો કાફલો ચંડોળા તળાવ પાસેથી પસાર થઈ હતો, સિન્હાના મનમાં આખું ઓપરેશનને કેવી રીતે પાર પાડવું તેની ચિંતા ચાલી રહી હતી, લાંબા સમય પછી એકશનમાં આવવુ પડે તેવું કામ મળ્યુ હતું. તેનો રોમાંચ પણ વચ્ચે વચ્ચે થઈ જતો હતો, તેમણે પાછળ જોયા વગર કમાન્ડોને પુછયુ પીછે સભી ગાડીયા આ રહીહેના, કમાન્ડોએ પાછળના કાચમાંથી જોયુ 1-2-3-4 અને 5 હા પાંચે પાંચ વાહન ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માંથી નિકળ્યા તે પ્રમાણે કતારમાં ચાલી રહ્યા હતા. હવે નારોલ Narol સુધી પહોંચ્યા ગયા, ડ્રાઈવરે ચાર રસ્તા આવ્યા એટલે સાહેબ સામે જોવા માટે કાચમાં જોયુ, સિન્હા Sinha ની અને ડ્રાઈવરની નજર એક થઈ, સિન્હાએ ગાડી સીધી હાઈવે પે જાને દો નારોલ Narol ચાર રસ્તા પાર કરી મુંબઈ હાઈવે ઉપર પોલીસના કાફલો જવા લાગ્યો, પાછળની ગાડીઓમાં રહેલા પોલીસવાળા અને ખુદ ઈન્સપેકટર જાડેજા Jadeja પણ બહારની તરફ જોઈ રહ્યા હતા કારણ તેમને પણ ખબર ન્હોતી કે કયાં સ્થળે જવાનું છે. હાઈવે શરૂ થયો તેના કારણે શહેર કરતા ટ્રાફિક ઓછો હતો. હવે વાહનોની સ્પીડ વધી હતી, સિન્હા આગળના કાચમાંથી આમ તેમ જોતા હતા. ક્યાંય આગળ જતા ના રહીએ તેની તસ્દી લેતા હતા.

- Advertisement -

3 કિલોમીટર પછી તેમણે ડ્રાઈવરના ખભે હાથ મુકતા કહ્યું અબ સ્પીડ કમ રખના, ડ્રાઈવર એકસીલીટરનું દબાવેલુ પેડલ સહેજ છોડયુ, કાર માંડ 500 મીટર ગઈ હશે ત્યાં સિન્હા Sinha એ કહ્યું બસ દેખો સામને રાઈટ સાઈડ જો રાસ્તા જાતા હૈ વહા મોડ લો, ડ્રાઈવે રાઈટ સાઈડનું સીગ્નલ બતાડયુ, પાછળ આવી રહેલા તમામ પોલીસના વાહનોના રાઈટ સાઈડ સીગ્નલ શરૂ થઈ ગયા, સિન્હા Sinha એ પાછળ વળી જોયું બધા વાહનો બરાબર આવી રહ્યા હતા.



હવે કાચા રસ્તાની શરૂઆત થઈ રહી હતી, ડીસીપી DCP ની કાર આગળ હતી જેના કારણે પાછળના વાહનો ધુળમાં જાણે સંતાઈ જતા હોય તેવું લાગી રહ્યું હતું, અડધો કિલોમીટર સુધી કોઈ વસ્તી ન્હોતી, કાચા રસ્તાની બન્ને તરફ વેરાન હતું, સાંજ થવા આવી હતી. જેના કારણે સુર્ય પણ આથમી જવા માટે ઉતાવળીયો થયો હોય તેવું લાગતુ હતું, અડધા કિલોમીટર પછી એક વૃક્ષ નીચે એક નાનકડો ગલ્લો નજરે પડયો સાવ નાનો ફાલતુ ગલ્લો હતો. ગલ્લા ઉપર 2-3 યુવકો ઊભા હતા, તેમના પહેરવેશથી મુસ્લિમ Muslim જ લાગતા હતા, તેમણે દુરથી આવેલી રહેલા પોલીસના વાહનો જોયા, તેમણે પોતાની ચર્ચા બંધ કરી અને પોલીસના વાહનો તરફ જોવા લાગ્યા. ડીસીપી સિન્હા DCP Sinha ની ગાડી જેવી ગલ્લા પાસે આવી તેમણે ડ્રાઈવરને કહ્યું રોકો, તેણે તરત બ્રેક કરી, ડીસીપી DCP ગલ્લા ઉપર ઊભા રહેલા યુવકને પુછયુ યાકુબનગર Yakubnagar… પેલો છોકરો આગળ આવ્યો તેણે કહ્યું બસ સીધા જાવ સાબ સામને હૈ, ડ્રાઈવરે કલચ ઉપરથી પગ ઉપાડયો, ડીસીપી DCP એ હાથમાં વોકીટોકી લીધુ અને આદેશાત્મક ભાષામાં કહ્યું રીર્ઝવ પાર્ટી યહી રૂક જાવ, ટીમ નંબર 2 ઔર કયુઆરટી મેરે પીછે આવો, રેડી ફોર ઓપરેશન….

(ક્રમશ:)

PART – 29 | DCPએ પોતાના ખિસ્સામા હાથ નાખ્યો અને રીઝવાને બંધ મુઠીમા કંઈક આપ્યુ

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular