Wednesday, April 22, 2026
HomeGeneralઅમદાવાદઃ DCP માંડલીક અને Ad. CP પ્રેમવિર સિંહનો આ નિર્ણય નિવૃત્ત ASIને...

અમદાવાદઃ DCP માંડલીક અને Ad. CP પ્રેમવિર સિંહનો આ નિર્ણય નિવૃત્ત ASIને ભગવાનનો આદેશ લાગ્યો, જાણો કેમ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આમ તો કોઈ પણ નોકરી કરનાર માણસ માટે નિવૃત્તી પીડાદાયક હોય છે કારણ વર્ષોથી પોતાના કામને પ્રેમ કરનારને વયમર્યાદાને કારણે કામ છોડવું પડે તેનો મનમાં એક રંજ પણ હોય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ પોલીસ સબ-ઈન્સપેકટર (એએસઆઈ) ભારતસિંહ વાઘેલાની મનોસ્થિતિ પણ કંઈક આવી હતી. છેલ્લાં 25 વર્ષથી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા ભારતસિંહ વાઘેલા પોતાની વયમર્યાદાને કારણે તા 30મી જુનના રોજ નિવૃત્ત થઈ રહ્યા હતા અને તા 1 જુલાઈના રોજ અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળવાની હતી. ભારતસિંહને એક જ રંજ હતો કે છેલ્લાં 24 વર્ષથી તેઓ રથયાત્રાનો બંદોબસ્ત કરે છે, પરંતુ આ વર્ષે તેમની નિવૃત્તીના એક દિવસ પછી રથયાત્રા નીકળી રહી છે, જેના કારણે તેઓ રથયાત્રોનો હિસ્સો બની શકશે નહીં, તેમણે પોતાની વ્યથા પોતાના અધિકારીઓને કહી વિનંતી કરી કે સાહેબ હું 30મીએ નિવૃત્ત થઈ રહ્યો છું, પણ મારી ઈચ્છા છે કે હું ભગવાન જગન્નાથની યાત્રામાં તેમનો બંદોબસ્ત કરી નિવૃત્ત થઉ, બસ મારે આ છેલ્લો બંદોબસ્ત કરવો છે.



1984માં પોલીસ કોન્સટેબલ તરીકે જોડાયેલા ભારતસિંહ વાઘેલાની બદલી 1997માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થઈ બસ ત્યારથી નિવૃત્તી સુધી તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં રહ્યા હતા, 2013માં પોલીસ મેડલ અને 2022માં વિશીષ્ઠ સેવા મે઼ડલ દ્વારા સન્માનીત ભારતસિંહના મનમાં એક જ દુઃખ હતું, આ વર્ષે રથયાત્રા પોતાની નિવૃત્તીના એક દિવસ પછી આવે છે. છેલ્લાં ચોવીસ વર્ષથી ભારતસિંહે રથયાત્રાનો મુવીંગ બંદોબસ્ત કર્યો હતો. તેમની એક જ ઈચ્છા હતી કે જો તેમને આ રથયાત્રામાં બંદોબસ્ત કરવા મળી જાય તો 25મી રથયાત્રા થશે, પોલીસ ઈન્સેપક્ટર હરીત વ્યાસના સ્કવોર્ડમાં ફરજ બજાવતા ભારતસિંહે પોતાની ઈચ્છા તેમની સામે વ્યકત કરી પરંતુ કોઈ પણ સરકારી કર્મચારીને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેવો પ્રશ્ન હતો, આથી મામલો ડીસીપી ચૈતન્ય માંડલીક અને એડીશનલ સીપી પ્રેમવિર સિંહ પાસે પહોંચ્યો.

બંન્ને અધિકારીઓ ભારતસિંહના કામની અને તેમની ઈચ્છાની કદર કરતા કહ્યું કે ભારતસિંહ વાધેલાને તેઓ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં વોલીયેન્ટીયર તરીકે સામેલ કરી શકે છે. આમ સિનિયર અધિકારીઓ દ્વારા ભારતસિંહને બંદોબસ્તમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ભારતસિંહ માટે આ સુખદ આંચકા જેવો સમય હતો. તેઓ માનતા કે કદાચ ભગવાન જગન્નાથનો જ આદેશ હતો. 30મી જુનના રોજ તે નિવૃત્ત થયાના એક દિવસ બાદ ભારતસિંહ વાધેલા પોતાની 25મી રથયાત્રામાં સામેલ થયા અને તેમણે બંદોબસ્ત કર્યો હતો, ભારતસિંહ વાઘેલા કહે છે, મારા માટે એક મોટી ઘટના હતી. મને અફસોસ હતો કે હું 25મી રથયાત્રાનો હિસ્સો બની શકીશ નહીં પણ સિનિયર અધિકારીઓએ મને સામેલ કર્યો. હું ભલે 30મી જુનના રોજ નિવૃત્ત થયો પરંતુ હું અને મારો પરિવાર તો માની છીએ કે હું 1 જુલાઈના રોજ યાત્રાનો બંદોબસ્ત પુરો કરી નિવૃત્ત થયો છું.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular