Sunday, May 31, 2026
HomeGujaratગાંધીનગરના સાયકો રેપીસ્ટ સામે 10 દિવસમાં ચાર્જશીટઃ 1 મહિનામાં ટ્રાયલ પુર્ણ કરવાની...

ગાંધીનગરના સાયકો રેપીસ્ટ સામે 10 દિવસમાં ચાર્જશીટઃ 1 મહિનામાં ટ્રાયલ પુર્ણ કરવાની સરકારની યોજના છે

- Advertisement -

પ્રશાંત દયાળ નવજીવન: ગાંધીનગરમાં ત્રણ-ત્રણ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને એક મહિનામાં તેના કુકર્મની સજા મળે તે માટે રાજય સરકાર કોર્ટ સાથે સંકલન કરી રહી છે, તેવો નિદેર્શ આજે ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતા ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે, ત્રણ દુષ્કર્મ કેસના આરોપી વિજય ઠાકોરના હેવાનીયત ભર્યા કૃત્યનો ચારે તરફથી ફીટકાર વરસાવી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગે પણ સમગ્ર ઘટનામાં દોષીત આરોપીને ન્યાયની અદાતલમાં સજા મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે.



ગાંધીનગરના સાંતેજામાં ત્રણ બાળકીને પોતાના શીકાર બનાવનાર આરોપીને ગાંધીનગર પોલીસે અડતાલીસ કલાકમાં પકડી લીધો હતો, આ આરોપીઓ સામે તત્કાલ કાયદાકીય કાર્યવાહી પુર્ણ થાય તેવી વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે, ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે ડીજીપી આશીષ ભાટીયાના હાજરીમાં પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું ગાંધીનીગરના સાયકો રેપીસ્ટને કાયદા પ્રમાણે તત્કાલ સજા મળે તે માટે રાજય સરકાર કામ કરી રહી છે, સૌથી પ્રથમ આ કેસનું ચાર્જશીટ દસ દિવસમાં થઈ જાય તેની સુચના આપવામાં આવી છે, આ ઘટનાનું રોજબરોજ ડીજીપી ભાટીયા ખુદ મોનીટરીંગ કરી રહ્યા છે,

સંઘવીએ જણાવ્યુ કે આ મામલે સરકાર કડક કાર્યવાહી કરવાની છે, આ મામલે ખાસ સરકારી વકિલની નિમણુક કરવામાં આવશે, સુત્રોની જાણકારી પ્રમાણે કોર્ટ સાથે સંકલન કરી એક મહિનામાં જ ટ્રાયલ પુર્ણ થાય તેવુ આયોજન સરકાર કરી રહી છે

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular