પ્રેમમાં સામાન્ય માણસ તો અંધ બને પરંતુ શિક્ષીત વ્યકિતઓ પણ કેવી ભુલ કરતા હોય છે,તેનું આ ઉદાહરણ છે, અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ગુજરાતના એક સિનિયર મહિલા અધિકારીએ આપેલી ફરિયાદને આધારે સાઈબર ક્રાઈમ બ્રાન્ચે મોડાસા એસડીએમ મયંક પટેલની ધરપકડ કરી છે. સાઈબર ક્રાઈમના કેસમાં આટલા ઉચ્ચ અધિકારીની ધરપકડ થઈ હોય તેવી પહેલી ઘટના છે.
અમદાવાદ સાઈબર ક્રાઈમને મળેલી ફરિયાદ પ્રમાણે ગુજરાતના એક મહિલા અધિકારીને ડેપ્યુટી કલેકટર મયંક પટેલ સાથે મિત્રતા કેળવાઈ હતી, જે દરમિયાન તેમની અંગતપળોના ફોટો પણ હતા, જો કે સમય જતાં તેમના સંબંધોમા તીરાડ પડી જેના કારણે મહિલા અધિકારીએ મયંક પટેલ સાથે સંબંધ કાપી નાખ્યો હતો. આથી ગુસ્સે ભરાયેલા મયંક પટેલે વિવિધ રીતે મહિલા અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, છતાં તેમા નિષ્ફળતા મળતા મયંક પટેલે મહિલા અધિકારીના પતિ અને સસરાને પોતાની સાથે મહિલાના ફોટો મોકલ્યા હતા.
આ ઉપરાંત મહિલા અધિકારીના અનેક સગાઓ તેમજ મહિલા અધિકારીના દસ વર્ષના પુત્રને પણ તસવીરો મોકલી હતી, આ સમગ્ર બાબતથી મહિલા અધિકારી અને તેમનો પરિવાર ત્રસ્ત થઈ ગયો હતો, આ પ્રશ્નનું સામાજીક રીતે ઉકેલ આવે તે માટે મહિલા અધિકારીના પરિવારે મયંક પટેલના પરિવારનો સંપર્ક કરી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, આમ છતાં મયંક પટેલનો ત્રાસ યથાવત રહ્યો હતો તે મહિલા અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા આથી કંટાળી તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ ફરિયાદને આધારે સાઈબર ક્રાઈમે ફરિયાદ નોંધી પુરાવા એકત્રીત કરી મયંક પટેલની ધરપકડ કરી છે આ મામલે સાઈબર સેલના ડીસીપી અમીત વસાવાનો સંપર્ક કરતા તેમણે મયંક પટેલની ધરપકડ થઈ હોવાની વાતની પુષ્ટી કરી હતી.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









