નવજીવન યુઝ. નવી દિલ્હી: NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને એનસીપીના વડા શરદ પવારને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનું સમર્થન કરવાની માંગ કરી હતી. આ પહેલા દ્રૌપદી મુર્મુએ સંસદ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન પીએમ મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો હાજર રહ્યા હતા.
નોમિનેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રથમ પ્રસ્તાવક બન્યા હતા. મળતી માહિતી મુજબ, ભાજપે મુર્મુની ઉમેદવારી માટે નામાંકનના ચાર સેટ તૈયાર કર્યા છે. વડા પ્રધાન ઉપરાંત વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉમેદવારી પત્રો પર હસ્તાક્ષર કર્યા હતા. દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ખુદ વડાપ્રધાન મોદીએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી અને મીટિંગની તસવીરો શેર કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “દ્રૌપદી મુર્મુજીને મળ્યા. રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની દેશભરમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. જમીન પરની સમસ્યાઓની તેમની સમજ અને ભારતના વિકાસ માટે તેમનું વિઝન ઉત્તમ છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ગુરુવારે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપ્યું હતું, જે આ પદ માટે લડનાર પ્રથમ આદિવાસી મહિલા છે. રાજ્ય સરકારના સત્તાવાર નિવેદન મુજબ- સીએમ જગન કહે છે કે તેમની પાર્ટી હંમેશા એસસી, એસટી, બીસી અને લઘુમતી સમુદાયના પ્રતિનિધિત્વ પર ભાર મૂકે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદ માટે 18 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. દ્રૌપદી મુર્મુ ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ છે. તેમણે 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











