નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ચોર હવે સોનું ચાંદી અને રોકડ છોડીને અન્ય વસ્તુઓની ચોરી કરવા લાગ્યા છે. રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલી વી.જે. એન્ડ સન્સ નામની એક દુકાન માંથી ચોરો લાખો રૂપિયાના પટોળા ચોરીને ભાગી ગયા હતા. આ ચોરોને પકડવા રાજકોટ પોલીસે દિવસ રાત એક કરી દીધા હતા અને અંતે ચોરોને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઉપર દેવું વધી જતા તેણે ચોરી કરી હતી.
પ્રાથમિક જાણકારી મુજબ, ગત 21 જૂને વહેલી સવારના સમયે વી.જે. એન્ડ સન્સ નામની દુકાનમાંથી રૂપિયા 46 લાખ 93 હજારના પટોળાની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ઈકો કારમાં ચોરી કરવા આવેલા ચોર દ્વારા દુકાનમાંથી મોંઘાદાટ પટોળા અને શાલની ચોરી થઈ હોવાની ઘટના પોલીસ માટે પણ પડકાર હતી. જે ગુનાનો ભેદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માત્ર 2 દિવસમાં ઉકેલી 4 આરોપીને ઝડપી પડ્યા છે જ્યારે એક આરોપી ફરાર છે તેની શોધખોળ ચાલું છે.
પટોળા ચોરી પાછળ પોલીસને તપાસમાં આર્થીક સંકડામણ અને દેવુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યા અનુસાર આરોપી હરીભાઈ પર દેવુ વધી ગયુ હતું જે મામલે તેમણે અન્ય આરોપી મનીષ જીતીયાને જણાવ્યું હતું. મનીષ જીતીયાએ જ્યારે દુકાનમાં વધારે પટોળા હાજર સ્ટોકમાં હોય તે જણાવવાનું હતું અને તે ટીપના આધારે ચોરીને અંજામ આપવાનો પ્લાન ઘડાયો હતો. બાદમાં આરોપી હરીભાઈ લિંબડીથી રૂપિયા 3 હજારમાં વીનુબાઈ પંડ્યા પાસેથી ઈકો કાર લાવ્યો અને ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસે દ્વારા વી.જે. એન્ડ સન્સ દુકાનમાંથી ચોરી કરવા માટે હરીભાઈ ગોહીલ, ઉંમર વર્ષ, 42, સાહેબસીંગ ઉર્ફે રાજુ ટાંક, ઉંમર વર્ષ 42, સુજાનસીંગ ટાંક, ઉંમર વર્ષ 32 અને મનીષભાઈ જીતીયા, ઉંમર વર્ષ 35 આમ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી પાટણના પટોળા 55 નંગ, રાજકોટી દુપટ્ટા 230 નંગ, પાટણના દુપટ્ટા 36 નંગ, પાટણના સીંગલ ઈક્કત પટોળા 45 નંગ, લેડીઝ પર્સ 47 નંગ, પટોળા ચણીયા 13 નંગ, પ્રિન્ટેડ દુપટ્ટા પટોળા 12 નંગ, પટોળા સાલ 120 નંગ અને ચોરીના ઉપયોગમાં લેવાયેલી ઈકો કાર સહિત રૂપિયા 37 લાખ 23 હજાર કરતા વધારોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











