નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં અગામી સમયમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરીથી શરુ થવા જઈ રહી છે ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતું વાઘાણીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ તેના ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક વીડિયો બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઈશુદાન ગઢવીએ વીડિયો દ્વારા જણાવ્યું છે કે, “ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે એક તરફ ગુજરાત સરકાર શાળાઓમાં પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ કરવા જઈ રહી છે તો બીજી તરફ ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકોની ઘટ છે, ગુજરાત સરકાર તેને સમાપ્ત કરવા માટે કોઈપણ પગલાં ભરી રહી નથી. આજે ગુજરાતની 18000 શાળાઓમાં વર્ગખંડોની અછત છે, 6400 શાળાઓમાં રમતગમત માટે મેદાન પણ નથી. મને સમજાતું નથી કે આ કેવી શાળા છે જ્યાં કોઈ વર્ગખંડ નથી અને મેદાન નથી. આવી સ્થિતિમાં ગુજરાતના બાળકો ક્યાં ભણશે અને કેવી રીતે રમશે? ગુજરાતમાં આ તમામ શાળાઓની હાલત એવી છે કારણ કે ત્યાં કોઈ સાંસદ કે ધારાસભ્યનો પુત્ર અભ્યાસ કરતો નથી, માત્ર ગરીબ લોકોના બાળકો જ અભ્યાસ માટે જાય છે.”
'પ્રવેશોત્સવ સાથે ગુજરાત સરકાર શાળાઓમાં 25000 શિક્ષકોની ઘટ પુરી કરે' ઈશુદાન ગઢવી pic.twitter.com/uj8lxvLXRq
— Navajivan News (@NavajivanNews) June 22, 2022
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જો શાળાઓમાં શિક્ષકો જ નથી તો આવા કાર્યક્રમો કરવાથી શું ફાયદો થશે? ભાજપ સરકાર પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરીને શિક્ષકોની ઘટ છુપાવી શકશે નહિ. શાળા શરૂ થાય તે પહેલા જ સરકારે યોગ્ય સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવી જોઈએ. પહેલાથી જ રાજ્યમાં બેરોજગારોની સંખ્યા ઘણી વધારે છે તેથી જો આ બેરોજગાર યુવાનોને શિક્ષકોની નોકરી મળે તો રોજગારની સમસ્યાની સાથે સાથે શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યા પણ દૂર થઈ શકે તેમ છે.”
તેમણે ગુજરાત સરકારને અપીલ કરી છે કે, “પ્રવેશોત્સવની સાથે સાથે શાળાઓમાં 25000 શિક્ષકોની અછતનો અંત આવે. આ સાથે 18000 વર્ગખંડની અછત છે, તે પણ પૂરી કરવી જોઈએ, 6400 શાળાઓમાં જ્યાં મેદાન નથી ત્યાં મેદાનની વ્યવસ્થા કરવામાં આવે અને જે શાળાઓ મર્જરના નામે બંધ થઈ ગઈ છે તે ફરીથી ચાલુ કરવામાં આવે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











