Sunday, November 8, 2026
HomeGeneralઅમદાવાદની રથયાત્રામાં નશાખોર તત્વોને પકડવા "ડ્રગ્સ ડિટેક્ટ કીટ"નો ઉપયોગ કરશે પોલીસ

અમદાવાદની રથયાત્રામાં નશાખોર તત્વોને પકડવા “ડ્રગ્સ ડિટેક્ટ કીટ”નો ઉપયોગ કરશે પોલીસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવા જઈ રહ્યા છે. બીજી બાજુ અલકાયદાની ધમકી બાદ રાજ્યમાં શાંતીડોહળાઈ શકવાની સંભાવના કારણે પોલીસે સુરક્ષામાં કોઈ કચાસ રાખવાના મુડમાં નથી. તેવામાં નશાખોર તત્વો રથયાત્રામાં ધમાલ ન મચાવે તે માટે એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે આગોતરું પ્લાનીંગ કરી લીધું છે.

અમદાવાદમાં આ વર્ષે યોજાવનારી રથયાત્રામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે ઉપરાંત ડ્રગ્સ એડિક્ટ વ્યક્તિઓને પકડી પાડવા માટે અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચે દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ડ્રગ્સ એડિક્ટ વ્યક્તિઓને પકડી પાડવા માટે “ડ્રગ્સ ડિટેક્ટ કીટ”નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ડ્રગ્સ ડિટેક્ટ કીટથી કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેની ગણતરીની મીનીટમાં જાણી શકાશે. એસ.ઓ.જી દ્વારા હાલ અમદાવાદના જમાલપુર, કાલુપુર, શાહપુર, દરિયારપુર વિસ્તારમાં આ ડિવાઈસથી તપાસ કરવામાં આવી છે. 10 કિટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 1 કિટનું પરિણામ પોઝિટિવ મળ્યું હતું.

- Advertisement -

આ ડિવાઈસનું નામ “Multi-Drugs Multi-Line TwistScreen Test Device” છે. આ ડિવાઈસ મલ્ટીપલ ડ્રગ્સનું ક્વોલીટેડીવ ડિટેકશન કરે છે. આ ડિવાઈસના સેમ્પલ કલેકશનથી શંકાસ્પદ વ્યક્તિના મોંઢામાંથી સ્પોંજ મારફતે લાળ સાથેનું પ્રવાહી લઈને ચેમ્બરમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ 10 મિનિટમાં તેનું રિઝલ્ટ આવી જાય છે. પ્રવાહીમાં જો કોઈ ડ્રગ્સની હોય તો ડિવાઈસના એન્ટીબોડી સાથે સંયોજીત થઈ અને આગળ ગતિ નહીં કરે, અને અન્ય પ્રવાહી કેપીલરી એકશનના સિધ્ધાંત મુજબ આગળ વધશે અને લાઈન સ્વરૂપે ડિવાઈસમાં જોવા મળશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular