નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં એક બેંકમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદનાં એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક્સ આર્મીમેન અને એક મહિલા વચ્ચે તકરાર થતાં એક્સ આર્મીમીને ફાયરિંગ કર્યું હતું જેના કારણે મહિલા ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ દ્વારા એક્સ આર્મીમેન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક SBI બેંકમાં આ ઘટના બની હતી. બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક્સ આર્મીમેન અને બેંકમાં આવેલા એક મહિલા વચ્ચે ખુરશી ઉપર બેસવાને લઈને તકરાર થઈ હતી, ત્યાર બાદ એક્સ આર્મીમેન સિક્યુરિટી ગાર્ડે પોતાની પાસે રહેલી ગન દ્વારા ફાયરિંગ કર્યું હતું જેના કારણે મહિલા ઇજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પોલીસને આ વાતની જાણ થતાં તેમણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક્સ આર્મીમેનને કોર્ડન કરી લીધા હતા, ત્યાર બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











