નવજીવન ન્યૂઝ.વડોદરાઃ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કરેલી ફરિયાદ વડોદરાના એક ડોક્ટરને 9 ટકા વ્યાજ સાથે ક્લેઈમની રકમ કંપનીએ આપવાની થઈ છે. ગ્રાહક સુરક્ષા કોર્ટે એક ચુકાદો આપતા પોતાની હોસ્પિટલમાં સારવાર કરાવે તો પણ તે મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઈમના હકદાર છે તેવો ચૂકાદો આપ્યો છે.
કોર્ટે આ અંગે કહ્યું કે, જો કોઈ ડોક્ટર પોતાની જ હોસ્પિટલમાં સારવાર કરાવે તો પણ મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઈમ માટે હકદાર છે. બાબત એવી છે કે ડો. ઈન્દ્રવદન શાહ દ્વારા જુન 2021માં નિવા બુપા ઈન્સ્યોરન્સ દ્વારા ક્લેઈમ કર્યો હતો. ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ઈન્સ્યોરન્સ ન ચુકવાતા ફરિયાદ કરી હતી. વડોદરા કન્ઝ્યૂમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (એડી.)ના પ્રમુખ આઈસી શાહે ઈન્સ્યોરન્સ કંપનીને ડો. ઈન્દ્રવદન શાહને ફરિયાદ થઈ તે તારીખથી લઈને 9 ટકા વ્યાજની સાથે રૂપિયા 1.69 લાખ ચુકવવાનો આદેશ આપ્યો છે.
કોર્ટમાં કરેલી ફરિયાદમાં ડો. શાહે કહ્યું હતું કે તેમણે 31મી ઓક્ટોબર 2020એ કોરોના થયો હતો જેની સારવાર પોતાની જ હોસ્પિટલમાં પોતાના પુત્ર ડો. મોસમ સાથે જ 6 નવેમ્બર સુધી લીધી, જેના સામે 84055 રૂપિયા મેડકલ ખર્ચ માટે ક્લેઈમ કરવાનો દાવો કર્યો હતો. જ્યારે વીમા કંપનીએ એવા કારણ સાથે દાવો નકાર્યો હતો કે તેમણે પોતાની જ હોસ્પિટલમાં પોતાના જ પરિવારના સભ્ય દ્વારા સારવાર કરાવવામં આવી છે જેના કારણે આ ક્લેઈમ યોગ્ય બનતો નથી અને તેના કારણે વીમા ક્લેઈમને કેન્સલ કરાયો હતો.
આ પછી ડો. ઈન્દ્રવદન ફરી કોરોના સંક્રમિત થયા અને 11 નવેમ્બરે ફરી પોતાની જ હોસ્પિટલમાં 5 દિવસ સારવાર લીધી હતી. રૂપિયા 61777ની રકમનો ફરી દાવો કર્યો હતો. તે સમયે પણ કંપનીએ આવું જ કારણ આપ્યું હતું. ડો. શાહ આ પછી ગ્રાહક ફોરમના દરવાજે પહોંચ્યા જેમાં તેમને જાણવા મળ્યું કે પોલિસીના દસ્તાવેજમાં આવી કોઈ કલમ નથી કે જે પ્રમાણે વીમાધારક વ્યક્તિ પોતાના સંબંધીના ત્યાં સારવાર ન કરાવી શકે. જે પછી ડો. શાહે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી જેનો ચુકાદો કોર્ટે જે આપ્યો તે પ્રમાણે કંપનીને 9 ટકા વ્યાજ સાથે ક્લેઈમ પાછો આપવાનો થશે. આ એક દાખલારૂપ ચુકાદો કહી શકાય.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











