નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે કોંગ્રેસના સમર્થકને તેમની કારમાં લિફ્ટ આપી હતી જેનો વીડિયો સોઢિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી દિલ્હીના જંતર-મંતર વિરોધ સ્થળ તરફ જઈ રહ્યા હતા, જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરવાના વિરોધમાં અને સરકારની નવી અગ્નિપથ લશ્કરી ભરતી યોજનાના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, જ્યારે પ્રિયંકા ગાંધી સમર્થકને પોતાની કારમાં લઈ ગયા ત્યારે એક પોલીસ અધિકારી સમર્થકની પૂછપરછ કરતા જોવા મળ્યા હતા.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં ચોથા રાઉન્ડની પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થતાં, પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ તેમનો ‘સત્યાગ્રહ’ વિરોધ ચાલુ રાખ્યો હતો. આ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ દેશભરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે, 13 જૂન અને 15 જૂન વચ્ચે તપાસ એજન્સી દ્વારા તીવ્ર વિરોધ વચ્ચે રાહુલ ગાંધીની લગભગ 30 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સચિન પાયલોટ અને રણદીપ સુરજેવાલા સહિત પક્ષના કેટલાક ટોચના નેતાઓને આંદોલન દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને પછી છોડી દેવામાં આવ્યા હતા.
#WATCH | Delhi: Congress leader Priyanka Gandhi Vadra takes Rahul Gandhi's supporter in her car as she headed towards Jantar Mantar where her party is protesting over ED probe against Rahul in the National Herald case pic.twitter.com/K1lZS5Rift
— ANI (@ANI) June 20, 2022
EDએ 17મી જૂને રાહુલ ગાંધીને ચોથી વખત સમન્સ પાઠવ્યું હતું. જો કે, તેમણે તેમની માતા સોનિયા ગાંધીની તબિયતની સ્થિતિને ટાંકીને તેમની પૂછપરછ ટાળવા વિનંતી કરી હતી. સોનિયા ગાંધી 12 જૂનથી કોવિડ-સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં છે. તેમને 23 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. દરમિયાન, રાહુલ ગાંધીની પૂછપરછ કરવા પર EDના કોંગ્રેસના વિરોધ વચ્ચે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે કહ્યું હતું કે ‘કાયદો બધા માટે સમાન છે. ભ્રષ્ટાચાર માટે દરેકની તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ હેરાલ્ડ કૌભાંડ દ્વારા દેશના નાણાંનો દુરુપયોગ કરવામાં એક પરિવારની સંડોવણી અને રાહુલ ગાંધીની ભૂમિકા વિશે જનતા જાણે છે. તે સ્વાભાવિક છે કે જો ભ્રષ્ટાચાર થયો હોય તો તપાસ થશે,” તેમણે ANIને જણાવ્યું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











