નવજીવન ન્યૂઝ.પંચમહાલઃ ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવ્યા હતા ત્યારે વડોદરાની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ તેમને આવકારવા પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં મોટી જનમેદનીને સંબોધી હતી. દરમિયાન વડોદરામાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરતાં વિદેશી વિદ્યાર્થીઓ પણ તેમની સભામાં આવી પહોંચ્યા હતા.
વડોદરામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા સંબોધી ત્યારે માત્ર વડોદરા જ નહીં આસપાસના અન્ય જિલ્લાઓમાંથી લોકો અને વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ પણ વડાપ્રધાન મોદીની સભામાં હાજરી આપવા આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ વિદ્યાર્થીઓ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 40 જેટલા દેશના 142 વિદ્યાર્થીઓ જનસભામાં આવ્યા હતા.
Video: વડોદરામાં અભ્યાસ કરતી વિદેશી વિદ્યાર્થીઓ પણ PMની સભામાં જોડાયા#navajivan_news pic.twitter.com/rJ7M8GfrX2
— Navajivan News (@NavajivanNews) June 18, 2022
તેઓ બાંગ્લાદેશ, ભૂતાન, મોરોકો, યમન, યુગાન્ડા, અલજેરિયા, સીરિયા, શ્રીલંકા, રસિયા, સા. આફ્રિકા અને અફ્ઘાનિસ્તાન સહિતના 40 થી વધુ દેશથી અહીં વિદ્યાર્થીઓ આવ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











