નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને પાવાગઢની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આજે PM મોદીના માતાનો જન્મદિવસ હોવાને કારણે સાવરે વહેલા તેમણે માતાની મુલાકાત કરીને પાવાગઢ પહોચ્યા હતા. પાવાગઢમાં એક સભા સંબોધીને તેમણે વડોદરા આવ્યા હતા. વડોદરામાં PM મોદીના સભા સ્થળ આગળ એક ઘટના એવી બની કે તે તમામ લોકોની આંખે ચઢી હતી. વડોદરાના દબંગ ધારાસભ્ય કહેવાતા મધુ શ્રીવાસ્તવ PMના સભા સ્થળે આવ્યા હતા અને બહારથી જ તેઓ પરત જવા નીકળી ગયા હતા.
PM મોદીની સભામાં ભાગ લેવા પહોંચ્યા MLA મધુ શ્રીવાસ્તવ, એન્ટ્રી ક્યાથી લેવી તે ન મળતા પરત ફર્યા#navajivan_news pic.twitter.com/7x896vcih7
— Navajivan News (@NavajivanNews) June 18, 2022
વડોદરામાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા તે વાત સૌ કોઈને નોટિસ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, મધુ શ્રીવાસ્તવ PM મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા, પરંતુ સભા સ્થળ પાસે પહોંચ્યા બાદ તેમને એન્ટ્રી ક્યાંથી લેવી તે અંગે કોઇ માહિતી હતી નહિ. જેને કારણે તેમણે ત્યાં પહોંચ્યા તો ખરા પણ આગળ વધીને સભા સ્થળ સુધી પહોંચી શક્યા ન હતા. જેથી તેઓ સભા સ્થળથી પરત ફર્યા હતા. તેઓ પરત ફરી પોતાની કાર પાસે આવીને ત્યાંથી જતા રહ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











