નવજીવન ન્યૂઝ.નડિયાદઃ ખેડા ખાતે વધુ એક ઈકો કાર ભટકાતા મોટી સંખ્યામાં જાનહાની થઈ છે. મહેમદાવાદ પાસે એક ઈકો કાર અને આઈસર વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે ત્રણ વયક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સુરતથી ઈકો કારમાં છ વ્યક્તિ અમદાવાદ આવવા નીકળ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં આ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી અમદાવાદ આવી રહેલી ઈકો કાર મહેમદાવાદના સૂંટા વણસોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એક જ પરિવારના તમામ વ્યક્તિ આ કારમાં સવાર હતા. એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક બાળકનું પણ મોત નિપજ્યું છે.
અકસ્માત એવી રીતે બન્યો હતો કે અહીં નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવેની એક તરફ રોડ પર એક આઈસર કાર ઊભી હતી જેમાં આ કાર પાછળથી ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એક બાળક અને બે પુરુષોના મોત થયા હતા. ઉપરાંત ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા દસ વર્ષિય દક્ષ ચંદ્રકાંત સુરતી, 48 વર્ષિય ચંદ્રકાંત ડાહ્યાભાઈ સુરતી, 45 વર્ષિય નરેશભાઈ રમેશભાઈ પટેલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











