Sunday, August 2, 2026
HomeGeneralમેઘરજની કોલેજીયન યુવતીની હત્યા મામલે પોલીસે પરિવારને આપી બાંહેધરી, આજે અંતિમવિધિ

મેઘરજની કોલેજીયન યુવતીની હત્યા મામલે પોલીસે પરિવારને આપી બાંહેધરી, આજે અંતિમવિધિ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લીના મેઘરજ ખાતે બે દિવસ પહેલા એક કોલેજીયન યુવતીની લાશ મળી આવી હતી. પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આરોપીઓએ યુવતી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરી છે. બે પરિવારો સામે આ મામલામાં ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીઓને પકડી કડક સજા કરવાની માગ સાથે ગ્રામજનો મોડાસા એસપીની ઓફીસે વિરોધ કરવા જતા હતા. પોલીસ સામે લોકોના રોષની જાણ થથાં એક ડીવાયએસપી અને 5 પીઆઈ સહિતનો કાફલો તાત્કાલીક કામે લાગ્યો અને ગામના લોકોને મોડાસા જતા વચ્ચે જ અટકાવી દેવાયા હતા. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપતા મૃતક દીકરીના પરિવારજનો સાથે બેઠક કરી હતી જે લગભગ બે કલાક જેટલી ચાલી હતી.



પોલીસે આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસમાં આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરાશે. જે પછી લોકો થોડા શાંત થયા અને પોલીસની વાત માની હતી. આખરે પરિવારે પોલીસની બાંહેધરી પછી યુવતીનો મૃતદેહ લઈ પરત ફર્યા અને હવે ઘટનાના ત્રણ દિવસ પછી આખરે યુવતીના અંતિમ સંસ્કાર થશે.

ઘટના એવી હતી કે અરવલ્લીના એક ગામમાં રહેતી 21 વર્ષની દીકરી થોડા દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. પરિવારે શોધી પરંતુ ક્યાંય મળી આવી નહીં. પરિજનોએ પોલીસને ગુમ થયાની અરજી કરી હતી. પોલીસ કોઈ પગલા લે તે પહેલા બેડઝના ડુંગર પરથી ફાંસો ખાઈ લીધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી.



પરિવારજનોને જ્યારે આ બાબતની ખબર પડી ત્યારે ભારે ઉહાપોહ મચ્યો હતો. પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી કરી હતી. પોલીસને લાશ પાસેથી કોલેજ બેગ મળી આવી હતી. જેતે સમયથી જ પોલીસને પરિવારજનો કહી રહ્યા હતા કે યુવતીની હત્યા કરાઈ છે અને તેનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ પણ કરવામાં આવ્યું છે. પરિવારજનો તુરંત પોલીસ મથકે દોડ્યા અને નામજોગ બે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે પછી પણ પરિવારજનોએ જ્યાં સુધી તે શખ્સો પકડાય નહીં ત્યાં સુધી તેણીના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી. પોલીસ અને પરિવારજનો વચ્ચે આ મામલે ઘણા વાટાઘાટો થયા હતા આખરે પોલીસે 15 દિવસમાં તેમને પકડી પાડવાની અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી ત્યારે જઈને મામલો થોડો શાંત થયો હતો અને અંતિમવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular