Sunday, November 8, 2026
HomeGeneralમહેસાણાઃ દૂધસાગર ડેરીના 280 કરોડના પાવડર પ્લાન્ટનો વિરોધ થાય તે પહેલા ગેટ...

મહેસાણાઃ દૂધસાગર ડેરીના 280 કરોડના પાવડર પ્લાન્ટનો વિરોધ થાય તે પહેલા ગેટ પર બે જુથ્થ વચ્ચ મારામારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ દૂધસાગર ડેરીની આજે સાધારણ સભા યોજાય તે પહેલા જ દૂધસાગર ડેરીની બહાર બે જુથ્થ વચ્ચે મારામારીના દ્રશ્ય સર્જાયા હતા. જો કે આ બનાવમાં ફાયરિંગ પણ થયું હોવાના અહેવાલ મલી રહ્યા છે. આજની સાધારણ સભામાં વર્તમાન શાસકો દ્વારા રૂ.280 કરોડના ખર્ચે નવો પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરાતાં પૂર્વ શાસકોએ આ નિર્ણયનો વિરોધ નોંધાવાના હતા.



મહેસાણાની દુધ સાગર ડેરીની આજે મળનારી વાર્ષિક સાધારણ સભા પહેલાં ડેરીના ગેટની બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે માથાકુટ થઈ હતી. સાધારણ સભામાં પ્રવેશ કરવા બાબતે ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજી ચૌઘરી પર હુમલો થયો હતો. હુમલો થતાં ટોળાને વિખેરવા તેમના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં મોઘજી ચૌધરી અને તેમનો પુત્ર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હુમલા મામલે મોંઘજી ચૌધરીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, “આજની યોજાનારી સાધારણ સભામાં એમના કરેલા કરતુત અમારે બહાર લાવવાના હતા, ઠરાવમાં અમે પ્રશ્ન પૂછવાના હતા, પરંતું અમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. અમણે કહ્યું કે તમને અંદર જવા દેવાની મનાઈ કરવામાં આવી હતી. આ દરમિયાન રાજુ વકીલ, સિક્યોરિટી અને અન્ય લોકો આવીને ગાડી અને અમારા પર હુમલો કરી દીધો હતો. મને, મારા દિકરા અને મારા ભાણેજ પર હથિયાર વડે માર મરાયો હતો. જેથી મારા પુત્રે સ્વરક્ષણ માટે ફાયરિંગ કર્યું હતું. જે બાદમાં ટોળું વિખેરાઈ જતાં લોકોએ મને રિક્ષામાં નાખીને હોસ્પિટલ લઈને આવ્યા હતા. આ હુમલો ચેમનેનના ઇશારે થયો છે. હું તેમના કૌભાંડોનો પર્દાફાશ કરવાનો હતો. જેથી કરીને અંદર જવા ન દીધા.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular