Thursday, May 28, 2026
HomeSeriesDeewal Seriesપેડલ રિક્શા લઈ આવેલા કેદી ઍ યુસુફ ને કહ્યુ આજે SP સાહેબે...

પેડલ રિક્શા લઈ આવેલા કેદી ઍ યુસુફ ને કહ્યુ આજે SP સાહેબે તારા ટિફિનની મંજુરી આપી છે તેમ કહી ટિફિન આપ્યુ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-14 દીવાલ): સવારના 9 વાગી રહ્યા હતા ત્યારે વોર્ડન યુસુફ Yusuf , યુસુફ ના નામે બુમ પાડવા લાગ્યો. હજી થોડીવાર પહેલા જ બેરેક Barracks નો માહોલ યુસુફ Yusuf ના કારણે ગંભીર થયા પછી હળવો થયો હતો. ત્યારે જ વોર્ડનની યુસુફ Yusuf ના નામની બુમો સાંભળી બેરેક Barracks માં બધાના કાન એકદમ ઉંચા થઈ ગયા. યસુફે Yusuf પણ પોતાને વોર્ડન બહાર બોલાવી રહ્યો છે તેવી ખબર પડી. તે ઝડપભેર ઉભો થયો અને બેરેક Barracks ની બહાર તરફ દોડ્યો, બુમો પાડી રહેલા વોર્ડન પાસે ગયો. બાકીના કેદી Prisoner ઓ પણ શું થયું છે તે જોવા માટે બેરેક Barracks ના દરવાજા પાસે કુતુહલવશ આવી ઉભા રહ્યા., વોર્ડની બાજુમાં ટિફિન Tiffin લઈ આવતી પેડલ રીક્ષા હતી. જેલના નિયમ પ્રમાણે કાચા કામના કેદી Prisoner ઓ જેમને સજા થઈ ના હોય તેમને ઘરનું ટિફિન Tiffin જમવાની મંજુરી મળતી હતી. યુસુફ Yusuf અને તેના સાથીઓ પણ કાચા કામના કેદી Prisoner ઓ હતા તેના કારણે તેમને પણ ટિફિન Tiffin મળી શકે તેમ હતું.



પરંતુ જેલ Jail સુપ્રિટેન્ડન્ટે ગુનાની ગંભીરતા જોતા તેમના તમામના ઘરના ટિફિન Tiffin બંધ કરાવી જેલનું જમવાનું આપવાનો આદેશ કર્યો હતો. જેલ Jail માં 8 વર્ષ થયા હતા. પહેલા 5-6 મહિના તેમના ઘરના ટિફિન Tiffin જે જમાત દ્વારા મોકલવામાં આવતા હતા તે આવ્યા પણ ત્યાર બાદ જો ઘરનું અથવા જેલ Jail બહારનું જમવાનું બંધ જ થઈ ગયુ હતું. છેલ્લાં 7 વર્ષથી યુસુફ Yusuf સહિત બધા જેલ Jail માં મળતુ ભોજન જ જમતા હતા. યુસુફ Yusuf વોર્ડન પાસે પહોંચ્યો અને કેમ બોલાવ્યો તેવા ભાવ સાથે ઉભો રહ્યો. વોર્ડને યુસુફ Yusuf ને જોતા ટિફિન Tiffin લઈ આવેલી પેડલ રીક્ષા તરફ ઈશારો કરતા કહ્યુ આજે તારૂ ટિફિન Tiffin આવ્યુ છે. યુસુફ Yusuf આશ્ચર્ય સાથે વોર્ડન તરફ જોતો રહ્યો. મારૂ ટિફિન Tiffin કોણ લાવ્યુ, જેલ Jail અધિકારીએ તો ટિફિન Tiffin બંધ કરાવી દીધા તો આજે કેવી રીતે ટિફિન Tiffin આવ્યુ તેવા અનેક પ્રશ્નોનો ઉત્તર યુસુફ Yusuf શોધી રહ્યો હતો. ત્યારે એક 5 ખાનાનું ટિફિન Tiffin બહાર કાઢતા પેડલ રીક્ષાવાળા કેદી Prisoner એ કહ્યુ આજના દિવસ માટે તારા ટિફિનની મંજુરી સુપ્રિટેન્ડન્ટ સાહેબે આપી છે. યુસુફે Yusuf ટિફિન Tiffin તરફ જોયુ. ટિફિનની બહાર જમવાનું તેલ બહાર નિકળ્યાના ડાધ હતા.

જેલ Jail માં જેમના પણ ટિફિન Tiffin આવે છે તે તમામ ટિફિન Tiffin જેલનો સિપાઈ ખોલીને ચેક કરે છે. ઘણી વખત રોટલીના ચાર ટુકડા કરી નાખવામાં આવે. કદાચ રોટલીના 2 પડ વચ્ચે ચિઠ્ઠી મુકવામાં આવી હોય, દાળ અને શાકમાં પણ એક ચમચો નાખી હલાવી ચેક કરવામાં આવે. ક્યારેક જેલ Jail સિપાઈને શંકા જાય તો ટિફિન Tiffin આપવા આવેલી વ્યક્તિને ટિફિનમાંથી એક કોળીયો ખાવાની સુચના આપવામાં આવે કદાચ જેલ Jail માં ઝેર ભેળવવામાં આવ્યુ હોય તો, યુસુફ Yusuf ના ટિફિન Tiffin ઉપર તેલના ડાધા ચાડી ફુકતા હતા. જેલ Jail સિપાઈએ બરાબર ચેક કરી ટિફિન Tiffin અંદર મોકલ્યુ છે. યુસુફે Yusuf ટિફિન Tiffin તો હાથમાં લીધુ પણ તેનું મન જેલ Jail ની બહાર દોડી ગયુ હતું. તે વિચાર કરવા લાગ્યો હતો, તેના ઘરેથી કોણ ટિફિન Tiffin આપવા આવ્યુ હશે? તેના ઘરના લોકો આજે પણ તેને ભુલ્યા ન્હોતા અને ખાસ કરી આજના દિવસે તેને યાદ કરી ટિફિન Tiffin આપવા આવ્યા હતા.



તેના ગળામાં ડુમો બાજી રહ્યો હતો, હજી તેણે થોડીવાર પહેલા મહંમદ Muhammad ને કહ્યુ હતું, કે તેને કંઈ થયુ નથી પણ જે વાત તે છુપાવવા માગતો હતો તે વાત ફરી વખત તેની સામે આવી હતી, તે કઈ બોલ્યો નહીં, ઉંઘો ફરી બેરેક Barracks તરફ ટિફિન Tiffin લઈ ચાલવા લાગ્યો. તેણે જોયુ તો તેના સાથીઓ સહિત બધા જ કેદી Prisoner ઓ બેરેક Barracks ના દરવાજમાં ઉભા રહી યુસુફ Yusuf ને જોઈ રહ્યા હતા. બેરેક Barracks ના દરવાજમાં ઉભા રહેલા કેદી Prisoner ઓની વચ્ચે થઈ પોતાની જગ્યા ઉપર આવ્યા, ટિફિન Tiffin બાજુમાં મુક્યુ અને નમાઝ પઢતો હોય તેવી મુદ્રામાં પોતાના પગ ઉપર બેઠો અને ત્યાર જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મહંમદ Muhammad સહિત બધા તેની પાસે આવ્યા, મહંમદે Muhammad રડી રહેલા યુસુફ Yusuf ની પીઠ ઉપર હાથ મુક્યો. હવે મહંમદ Muhammad તેને એક વખત રડી દેવા માગતો હતો. પરવેઝ Pervez ઉભો થયો અને પાણીનો ગ્લાસ ભરી આવ્યો. મહંમદે Muhammad તેના હાથમાંથી ગ્લાસ લીધો, મહંમદ Muhammad ને એક હાથ યુસુફ Yusuf ની પીઠ ઉપર હતો, બીજો હાથમાં પાણીનો ગ્લાસ હતો., થોડીવાર પછી મહંમદે Muhammad યુસુફ Yusuf ને કહ્યુ પાણી પીલે, યુસુફ Yusuf ને ખુલ્લા મને રડી લીધા પછી સારૂ લાગ્યુ હતું. તેણે પાણીનો ગ્લાસ લીધો, પાણી પીધુ અને આંખો લુંછી નાખી હતી.

- Advertisement -

થોડીવાર પછી જેલનું જમવાનું પણ આવ્યુ. બધા કેદી Prisoner ઓ કતારમાં ઉભા રહી પોતાનું જમવાનું લઈ જમવા બેઠા હતા. યુસુફ Yusuf અને તેના સાથીઓ પણ જમવાનું લઈ રોજ પ્રમાણે કુંડાળુ કરી બેરેક Barracks માં જમવા બેઠા. જેવુ યુસુફે Yusuf ટિફિન Tiffin ખોલ્યુ તેની સાથે આખી બેરેક Barracks માં એક ખુશબુ પ્રસરી ગઇ, દુર જમવા બેઠેલા બીજા કેદી Prisoner ઓના નાક પણ નક્કી કરી શકતા હતા કે યુસુફ Yusuf ના ટિફિનમાં લિજ્જતદાર બિરીયાની આવી હતી. યુસુફે Yusuf ટિફિનમાંથી બિરીયાની કાઢી પોતાના સાથીઓના થાળીમાં પીરસવાની શરૂઆત કરી. યુસુફ Yusuf ના સાથીઓ વર્ષો પછી આવી લિજ્જતદાર બિરીયાની જમી રહ્યા હતા. બધાના ચહેરા ઉપર એક સંતોષનો ભાવ હતો. યુસુફ Yusuf બિરીયાની જમી રહેલા પોતાના સાથીઓના ચહેરા ઉપરનો સંતોષ વાંચી શકતો હતો, તેને મનમાં સારૂ લાગી રહ્યુ હતું. તે કેમ રડ્યો તેવુ તેને કોઈએ પુછ્યુ ન્હોતુ, પણ હવે બિરીયાની જમ્યા અને જમાડ્યા પછી તેનું મન હળવુ હતું. તેણે મહંમદ Muhammad સામે જોતા કહ્યુ આજ મેરી મુમતાઝ Mumtaz 10 સાલ કી હો ગઈ, ઉસકી બહુત યાદ આ રહી હૈ, યહા આયા તબ વો 2 સાલ કી થી. આજે યુસુફ Yusuf ની દીકરીની મુમતાઝનો જન્મ દિવસ હતો તેના કારણે તે દીકરીને યાદને કારણે ડિસ્ટર્બ થઈ ગયો હતો.



યુસુફ Yusuf ના અબ્બુને ખબર હતી કે જેલમાં યુસુફ Yusuf ને ટિફિન Tiffin આપવાની મંજુરી નથી પણ આજે પોતાની પૌત્રીનો જન્મ Birthday દિવસ હતો અને તેનો બાપ જેલમાં હતો. એટલે તે સવારના સાડા 7 વાગ્યાથી ટિફિન Tiffin લઈ જેલની બહાર બેઠા હતા. જેલ Jail સિપાઈએ યુસુફ Yusuf નું ટિફિન Tiffin છે તેવુ સાંભળતા ટિફિન Tiffin લેવાની ના પાડી દીધી હતી. યુસુફ Yusuf ના અબ્બુ વિનંતી કરતા રહ્યા પણ સિપાઈ માન્યો જ નહીં. સિપાઈને તેણે પૈસા આપવાની પણ વાત કરી ત્યારે સિપાઈએ ગુસ્સો કરતા કહ્યુ ચાચા મારી નોકરી ખાઈ જવી છે? તમારો દિકરો કંઈ રાજા હરીશચંદ્ર નથી તો હું તેનું ટિફિન Tiffin લઇ લઉ.

યુસુફ Yusuf ના અબ્બુ સુપ્રિટેન્ડન્ટ વસાવા Superintendent Vasava ની રાહ જોતા ઉભા રહ્યા. સાડા 8 વાગે જેવા સુપ્રિટેન્ડન્ટની કાર આવી તેની સાથે તે ટિફિન Tiffin લઈ વસાવા Vasava સાહેબને મળવા દોડ્યા, તેમણે હાથ જોડી, વિનંતી કરી પણ વસાવા Vasava પણ માન્ય નહીં. યુસુફ Yusuf ના અબ્બુની આંખમાં આંસુ આવી ગયા, તેમણે બે હાથથી પકડી રાખેલુ ટિફિન Tiffin બતાડતા કહ્યુ સાહેબ આજે યુસુફ Yusuf ની દીકરીનો જન્મ દિવસ છે. આજનો દિવસ મહેરબાની કરો,સાહેબ યુસુફ Yusuf ની દીકરીનો જન્મ દિવસ છે, યુસુફ Yusuf ના અબ્બુની આંખમાં આસુ અને દીકરીના જન્મ દિવસની વાત સાંભળી જેલ Jail માં દાખલ થઈ રહેલા વસાવા Vasava એ બાજુમાં રહેલા સિપાઈને આદેશાત્મક ભાષામાં કહ્યુ ટિફિન Tiffin લઈ લે, પણ બરાબર ચેક કરી અંદર મોકલજે. યુસુફ Yusuf ના પિતાએ આંસુ લુંછતા ટિફિન Tiffin સિપાઈને આપ્યુ અને વસાવાનો આભાર માન્યો પણ વસાવા Vasava તેમનો આભાર સ્વિકારવા માટે પણ ઉભા રહ્યા નહીં.

(ક્રમશ:)

- Advertisement -

PART – 13 | યુસુફે બાથરુમનો દરવાજો બંધ કર્યો અને ચોધાર આંસુએ રડી પડ્યો, તેને ઘણા વખતથી રડવું હતુ



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular