Wednesday, December 11, 2024
HomeSeriesDeewal Seriesમુમતાઝ ને યાદ પણ ન્હોતું કે તેના પપ્પાનો ચહેરો કેવો લાગે છે,...

મુમતાઝ ને યાદ પણ ન્હોતું કે તેના પપ્પાનો ચહેરો કેવો લાગે છે, તેને જેલ ઉપર આવુ હતુ પણ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-15 દીવાલ) : તે દિવસે આખો દિવસ યુસુફ Yusuf તેની મુમતાઝ Mumtaz ની વાતો કરતો રહ્યો હતો. મહંમદ Muhammad તેને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. યુસુફ Yusuf જ્યારે પકડાઈ ગયો ત્યારે તો મુમતાઝ Mumtaz 2 વર્ષની જ હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં પકડાયો પછી 15 દિવસ પછી તેણે મુમતાઝ Mumtaz ને કોર્ટમાં જોઈ હતી, તેની પત્ની મુમતાઝ Mumtaz ને કોર્ટમાં લઈ આવી હતી. બસ તે દિવસે તેણે છેલ્લી વખત મુમતાઝ Mumtaz ને તેડી હતી. પછી તે આજ સુધી ક્યારેય મુમતાઝ Mumtaz ને મળ્યો ન્હોતો, તે જેને તેડીને ફરતો હતો તે મુમતાઝ Mumtaz હવે 10 વર્ષની થઈ ગઈ હતી. તે મહંમદ Muhammad ને વાત કરી રહ્યો હતો ત્યારે તેની આંખો અને મગજ કલ્પના કરી રહ્યા હતા કે મુમતાઝ Mumtaz હવે કેવી લાગતી હશે. જો કે તે જેલ Jail માં આવ્યો ત્યારે તો મુમતાઝ Mumtaz ને કંઈ ખબર પડતી ન્હોતી પણ આજે તો તે બધુ જ સમજવા લાગી હતી.



યુસુફે Yusuf પોતાની પત્નીને તાકીદ કરી હતી કે તે મુમતાઝ Mumtaz ને ક્યારેય જેલ Jail માં લાવે નહીં. મુમતાઝ Mumtaz ની ખુબ ઈચ્છા હતી કે તે તેના પિતાને મળે, તે અનેક વખતે જેલ Jail ઉપર આવવા માટે જીદ પણ કરતી હતી, કારણ તેણે પોતાનો પિતાનો ચહેરો જોયો હોય તેવુ તેને યાદ પણ આવતુ ન્હોતુ. મુમતાઝ Mumtaz સ્કૂલમાં ભણવા જવા લાગી હતી. 1 દિવસ મુમતાઝ Mumtaz સ્કૂલેથી રડતા રડતા આવી હતી, તેની સાથે ભણતા વિદ્યાર્થીએ કહ્યુ કે તેરા બાપ આતંકવાદી હૈ, જો કે મુમતાઝ Mumtaz ને ત્યારે આતંકવાદી એટલે શુ ખબર ન્હોતી પણ બધા આતંકવાદીની છોકરી કહી ચિડવવા લાગ્યા એટલે તેને લાગ્યુ કે તેનો બાપ ખુબ ખરાબ માણસ છે. યુસુફ Yusuf ને પત્નીએ તેને સમજાવ્યું તે તારા પપ્પા આતંકવાદી નથી પણ તે સમજાવતા સમજાવતા તે ખુદ રડી પડી હતી. આ વાત કરતી ફરી યુસુફ Yusuf ની આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા. જો કે મુમતાઝ Mumtaz ની વાત યુસુફે Yusuf પહેલી વખત કરી હતી. તે રાતે તે ખુબ વહેલો સુઈ ગયો હતો.

બીજા દિવસે સવારે યુસુફ Yusuf ઉઠ્યો ત્યારે તેના ચહેરા ઉપર એક પ્રકારની શાંતિ હતી, તેની બેરેક Barracks ના અન્ય કેદી Prisoner ઓ પણ ઉઠી રોજ પ્રમાણે કામ કરી રહ્યા હતા. પરંતુ અચાનક કેદી Prisoner ઓ જેલ Jail સિપાઈની સીટીઓ સાંભળી, પહેલા એક સીટી વાગી રહી હતી પછી ધીરે ધીરે જેલ Jail સિપાઈની સીટીઓમાં વધારો થઈ રહ્યો હતો. આ પ્રકારે સીટી વાગવાનો અર્થ હતો કે જેલ Jail માં કંઈક ગરબડ છે અને પછી એક સિપાઈ ફરજ ઉપરના અન્ય સિપાઈને ચેતવણી આપી રહ્યા હતા. સીટી વાગે તેનો અર્થ જે સિપાઈના તાબામાં તે વોર્ડ આવેલા છે તેણે પોતાના વોર્ડના તમામ કેદી Prisoner ને બેરેક Barracks માં બંધ કરી દેવાના. જો કે ખરેખર જેલ Jail માં સતત આવી રહેલી સીટીને કારણે કેદી Prisoner ઓમાં એક ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. દરેક કેદી Prisoner પોતાના વોર્ડના દરવાજા પાસે ઉભા રહી બહાર કઈ તરફ શુ થયુ છે તે જાણવા પ્રયત્ન કરી રહ્યા હતા. જો કે જેલ Jail સિપાઈ હાથમાં લાકડી લઈ જેલ Jail ના વિવિધ ભાગમાં ફરી રહેલા કેદી Prisoner ઓને પોતાના વોર્ડ તરફ મોકલી આપવા દોડી રહ્યા હતા અને કેદી Prisoner ઓને ધક્કા મારી પોતાના વોર્ડમાં જતા રહેલા આદેશ આપી રહ્યા હતા.



સવારના સાડા 6 વાગ્યા હતા. કુદરતી વાતાવરણ ખુબ સરસ હતું પણ જેલ Jail નું વાતાવરણ ભયગ્રસ્ત હતું. હજી તો ખરેખર શુ બન્યુ છે તે જેલ Jail માં સીટી વગાડી રહેલા સીપાઈઓને પણ ખબર ન્હોતી. પહેલી સીટી ક્યા સિપાઈએ વગાડી તેની પણ ખબર ન્હોતી પણ જેલ Jail સિપાઈ પહેલા તમામ કેદી Prisoner ઓને પોતાની બેરેક Barracks માં મુકી બેરેક Barracks ને લોક કરી દેવાની ઉતાવળમાં હતા. આ ઉતાવળ, દોડા-દોડી અને ધમાલ વચ્ચે જેલ Jail ના મુખ્ય દરવાજા ઉપર બેઠેલા સુબેદારને બનાવની જાણ થઈ ત્યારે તેણે ઈમરજન્સીની જાણ કરવા માટે સાયરન વગાડી દીધી હતી. આ સાયરનનો અર્થ થતો હતો કે જેલ Jail માં અસામાન્ય સ્થિતિ નિર્માણ થઈ છે. જેલ Jail ના કેમ્પસમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા તમામ જેલ Jail સિપાઈ અને જેલ Jail અધિકારીએ તાત્કાલીક જેલ Jail માં હાજર થઈ જવુ. સાયરન સતત વાગી રહી હતી અને હજી ક્વાર્ટરમાં ઉઠી ગયેલા અથવા સુઈ રહેલા સિપાઈના અને અધિકારીઓના કાનમાં સાયરન ગુંજી રહી હતી. તેઓ ફટાફટ યુનિફોર્મ પહેરી જેલ Jail ના મુખ્ય દરવાજા તરફ દોડી રહ્યા હતા. ધીરે ધીરે જેલ Jail માં ખાખી વર્દીધારી સિપાઈઓની સંખ્યા વધી રહી હતી.

- Advertisement -

યુસુફ Yusuf ની બેરેક Barracks ની કેટલાંક કેદી Prisoner ઓ રોજ પ્રમાણે ઉઠી બહાર મોર્નિંગવૉકમાં ગયા હતા. તેમને પણ જેલ Jail સિપાઈ ધકેલતો ધકેલતો તેમના વોર્ડ સુધી લઈ આવ્યો હતો. જેલ Jail સીપાઈએ વોર્ડને આદેશાત્મક ભાષામાં તમામ કેદી Prisoner ઓની બેરેક Barracks માં મુકી દેવા જણાવ્યુ હતું. સિપાઈનો અવાજ સાંભળી કેદી Prisoner ઓ પોતાની મેળે બેરેક Barracks માં જવા લાગ્યા હતા. તમામ કેદી Prisoner ઓ બેરેક Barracks માં આવી ગયા છે તેવી ઉતાવળે નજર ફેરવી વોર્ડને બેરેક Barracks ના લોંખડી સળીયા ઉપર લોંખડી તાળુ મારી દીધુ હતું. મોટા ભાગની બેરેક Barracks બંધ થઈ ગઈ હતી જેના કારણે સિપાઈઓની સીટી વાગવાની પણ ક્રમશ: બંધ થઈ ગઈ હતી. જો કે બંધ બેરેક Barracks માં તમામના મનમાં પ્રશ્ન હતો કે શુ થયુ છે. યુસુફ Yusuf ની બેરેક Barracks ના જે કેદી Prisoner ઓ મોર્નિંગ વોકમાં બહાર ગયા હતા તેમને જે કાચી-પાકી ખબર મળી હતી તે પ્રમાણે બડા ચક્કરમાં કંઈક ગરબડ થઈ છે.



કેટલાંક કેદી Prisoner ઓએ ભેગા મળી એક કેદી Prisoner ને ચાકુ મારી દીધા હોવાની વાત હતી. જો કે વાત કેટલી સાચી અથવા કેટલી ખોટી તેની કોઈને ખબર ન્હોત., હજી કેદી Prisoner ઓના મન ઉદ્ધવેગમાં હતા ત્યારે ફરી જેલ Jail પરિસરમાં સાયરન સંભાળી. જો કે આ સાયરનનો અવાજ પહેલા કરતા જુદો હતો. સાયરનના અવાજ ઉપરથી એવુ અનુમાન કરી શકાય તેમ હતું કે મોટા ભાગે આ સાયરન કોઈ એમ્બયુલન્સ Ambulance વાનની હતી. કેદી Prisoner ઓનું અનુમાન સાચુ હતું. જેલ Jail ના મુખ્ય દરવાજાથી જમણી તરફ નાના મોટા વાહન અંદર લાવવાનો જે રસ્તો છે તે ખોલી નાખવામાં આવ્યો હતો. ત્યાંથી એક એમ્બ્યુલન્સ Ambulance ને તરત જેલ Jail માં દાખલ કરવામાં આવી હતી. જેલ Jail કેમ્પસમાં દાખલ થયા બાદ પણ એમ્બ્યુલન્સ Ambulance ની સાયરન ચાલુ હતી અને જેલ Jail સિપાઈ તેને સીધી બડા ચક્કરમાં લઈ ગયા હતા. થોડીક ક્ષણો બાદ સાયરન બંધ થઈ ત્યારે ફરી કેદી Prisoner ઓનું મન શું થયુ હશે તેવા ચકરાવે ચઢ્યુ. જો કે 5 મિનિટ પછી ફરી સાયરનનો અવાજ આવ્યો અને અવાજ ધીરે ધીરે દુર જવા લાગ્યો હતો. કેદી Prisoner ઓએ માની લીધુ કે કોઈ એમ્બ્યુલન્સ Ambulance કેદી Prisoner ને લઈ હવે બહાર નિકળી રહી છે.

કેદી Prisoner ઓનું બીજુ અનુમાન પણ સાચુ હતું. એમ્બ્યુલન્સ Ambulance સાબરમતી જેલ Sabarmati Jail માંથી નિકળી અમદાવાદ સિવિલ હોસ્પિટલ Ahmedabad Civil Hospital તરફ દોડી રહી હતી. એમ્બ્યુલન્સ Ambulance ના સ્ટ્રેચર ઉપર રહેલા કેદી Prisoner ના સફેદ કપડાં હવે સફેદ રહ્યા ન્હોતા તે લોહીમાં લથબથ હતો, તેનો શ્વાસ ચાલી રહ્યો હતો, તેની બાજુમાં બેઠેલો એમ્બ્યુલન્સ Ambulance નો એટેન્ડ અને એક જેલ Jail સિપાઈ સતત ધમણની જેમ ફુલી રહેલા શ્વાસ ઉપર નજર રાખી રહ્યો હતો. કેદી Prisoner ના શરીર ઉપર અસંખ્ય ઘા હતા તેમાથી પણ લોહી વહી રહ્યુ હતું. ક્યારેક કેદી Prisoner ના મોઢામાંથી લોહીના પરપોટા પણ બહાર આવી રહ્યા હતા, એટેન્ડ સમજી ગયો હતો કે આ સારી નિશાની નથી. જેલ Jail સિપાઈ થોડી થોડી વારે એટેન્ડના ચહેરાને વાંચી કેદી Prisoner ની સ્થિતિ કેવી છે તે જાણવા પ્રયત્ન કરી રહ્યો હતો. એમ્બ્યુલન્સ Ambulance સિવિલના કેમ્પસમાં દાખલ થઈ પણ ત્યારે જ કેદી Prisoner એ છેલ્લો શ્વાસ છોડ્યો હતો. આમ છતાં જેવા તેઓ ટ્રોમા સેન્ટર પહોંચ્યા એટલે તેને લઈ સીધા ઇમર્જન્સી વોર્ડમાં સ્ટ્રેચર ઉપર લઈ ગયા. ફરજ ઉપરના ડૉક્ટરે નાડ જોઈ, લોહીથી લથબથ છાત ઉપર સ્ટેથેસ્કોપ મુક્યુ અને પછી કહ્યુ હી ઈઝ નો મોર.

(ક્રમશ:)

- Advertisement -

PART – 14 | પેડલ રિક્શા લઈ આવેલા કેદી ઍ યુસુફ ને કહ્યુ આજે SP સાહેબે તારા ટિફિનની મંજુરી આપી છે તેમ કહી ટિફિન આપ્યુ



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular