નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વર્ષ 2001માં ભૂકંપ આવતા સમગ્ર ગુજરાતની ધરા ધ્રુજી હતી. ભૂકંપના કારણે અનેક લોકો બેઘર થયા હતા. અમદાવાદમાં પણ ભૂકંપના કારણે એક એપાર્ટમેન્ટ ધરાશાહી થયો હતો. જેના કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર મામલે રહીશોએ બિલ્ડર પાસેથી વળતરની માગણી કરી હતી. આ કેસમાં 9 પરિવારોને 21 વર્ષે ન્યાય મળ્યો છે.
માહિતી અનુસાર, અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં અક્ષરદીપ એપાર્ટમેન્ટની સ્કીમ 1991માં મુકાઈ હતી અને 1993-94 માં પઝેશન આપવામાં આવ્યું હતું. વર્ષ 2001માં ભૂકંપ આવતા એપાર્ટમેન્ટના બે બ્લોક પડી ગયા હતા. 2001 આવેલા ભૂકંપના 5 વર્ષ અગાઉ જ અક્ષરદીપ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો હતો. આ એપાર્ટમેન્ટ RCC સ્ટ્રક્ચરથી બન્યા હોવાથી તેનું આયુષ્ય વધારે હોય છે. પરંતુ ભૂકંપ આવતા આ એપાર્ટમેન્ટના બે બ્લોક પડી ગયા હતા. જેના કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભૂકંપમાં ધારાશાયી થયેલા એપાર્ટમેન્ટની તપાસમાં ફ્લેટનું કામ નબળું હોવાનું અને B.U. પરમિશન પણ ન હોવાનો ખુલાસો થયો હતો.
આ એપાર્ટમેન્ટમાં રહેતા 9 પરિવારોએ વળતરની માગણી માટે બિલ્ડર સામે કેસ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ જસ્ટિસ વી.પી.પટેલે ભૂકંપમાં ધારાશાયી થયેલા એપાર્ટમેન્ટના કેસમાં રહીશોની વળતરની અરજીને ગ્રાહ્ય રાખીને 9 ટકાના વ્યાજ સાથે 1.20 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. પોતાના સ્વજનો ગુમાવનાર 9 પરિવારોને આજે 21 વર્ષે ન્યાય મળ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











