Thursday, October 29, 2026
HomeGeneralડૉન મોન્ટુ નામદારનું આખરે ખાડીયામાં નીકળ્યું સરઘસઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું રિકન્સ્ટ્રક્શનઃ જાણો...

ડૉન મોન્ટુ નામદારનું આખરે ખાડીયામાં નીકળ્યું સરઘસઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું રિકન્સ્ટ્રક્શનઃ જાણો કેવી રીતે હત્યાને અંજામ આપ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મિલ્કત અને વર્ચસ્વની લડાઈમાં ખાડીયાની હજીરાની પોળમાં ધોળા દિવસે રાકેશ મહેતાની હત્યા કરી ફરાર થયેલા મોન્ટુ નામદારને Montu Namdar ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. આ કેસની તપાસ ખાડીયા પોલીસ કરી રહી હતી, પણ ગાંધીનગરથી સૂચના મળતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને Crime Branch સોંપી દેવામાં આવી હતી. શનિવારની ભરબપોરે ડેપ્યૂટી પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ DCP Sushil Agrawal અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એસ બી દેસાઈની હાજરીમાં મોન્ટુ નામદારને હજીરાની પોળમાં લાવી તેણે કઈ રીતે હત્યાને અંજામ આપ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલા વચ્ચે મોન્ટુએ કઈ રીતે હત્યા કરી અને કેવી રીતે ભાગ્યો તેની જાણકારી પોલીસને આપી હતી. એક સમયમાં લોકો જેના નામથી ડરતા હતા તેવા મોન્ટુ નામદારને પોલીસ કમરમાંથી પકડી ખાડીયામાંથી નીકળી હતી. આમ મોન્ટુને જે ડર હતો કે ડીસીપી અગ્રવાલ ખાડીયામાં તેનું સરઘસ કાઢી આબરુ લેશે, આખરે તેવું જ થયું હતું.



પોતાના પિતરાઈ ભાઈ પવન ગાંધીને રાકેશ મહેતા જ મદદ કરે છે તેના ગુસ્સામાં રાકેશને પાઠ ભણાવવાની યોજના બનાવી હતી. મોન્ટુને હજીરાની પોળમાં લાવી ક્રાઈમ બ્રાન્ચ અને ડીસીપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, બનાવના દિવસે મોન્ટુ બેઝબોલની સ્ટીક લઈ પોતાની ઓફિસ બહાર બેઠો હતો ત્યાં તેના ત્રણ સાગરિતો પણ હતા, તે વખતે રાકેશ મહેતા તેના કોઈ મિત્ર સાથે મોટરસાઈકલ ઉપર ડબલ સવારી ઉપર નીકળ્યો હતો ત્યારે હજીરાનો પોળમાં ટ્રાફિક હોવાને કારણે રાકેશને રોકાવવુ પડ્યું હતું, આ તકનો લાભ લઈ મોન્ટુએ તેને સ્ટીક ફટકારતા તે જમીન ઉપર પટકાયો હતો. તેની સાથે રહેલા તેના મિત્રને મોન્ટુએ કહ્યું કે તારી સાથે કોઈ દુશ્મની નથી તુ બાજુ ઉપર આવી જા.

એટલે તે ખસી ગયો હતો ત્યાર બાદ જમીન ઉપર પટકાયેલા રાકેશ ઉપર મોન્ટુ અને તેના સાગરિતો તૂટી પડયા હતા. રાકેશ જમીન ઉપર પડયો પછી કેવી રીતે માર્યો? તે જાણવા ડીસીપી અગ્રવાલે એક પોલીસ જવાનને જમીન ઉપર સુવાડી દીધો અને મોન્ટુને લાકડી આપી કેવી રીતે માર્યો તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. રાકેશને અધમુવો કરી બધા ભાગી છુટયા હતા. મોન્ટુના સાગરિતો વિરૂધ્ધ દીશામાં ભાગ્યા હતા, જ્યારે મોન્ટુ પોતાની કારમાં બેસી ખાડીયા રાયપુર તરફ ભાગ્યો હતો. આથી પોલીસ તેને ચાલતા ખાડીયા સુધી લઈ ગઈ હતી. એક સમયના ડોનને પોલીસ આ રીતે રસ્તા ઉપર લઈ જઈ રહી હતી તે લોકો જોઈ રહ્યા હતા, પરંતુ મોન્ટુની રિકન્સ્ટ્રક્શનમાં પોલીસને એક મહત્વની જાણકારી મળી કે હત્યા વખતે રાકેશ સાથે કોઈ અન્ય માણસ પણ હતો. આ માણસ પોલીસ માટે મહત્વનો સાક્ષી બનશે કારણ નજરે જોનાર આ એક વ્યકિત પોલીસને હાથ લાગ્યો છે.



અત્રે ઉલ્લેખનિય છે કે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાયા પછી પોલીસ કમિશનર શ્રીવાસ્તવે આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ સાથે જ તપાસમાં રહેવાનો ડીસીપી સુશીલ અગ્રવાલને આદેશ આપ્યો હતો, જેના કારણે સમગ્ર રિકન્સ્ટ્રક્શન ડીસીપી અગ્રવાલ અને ખાડીયાના ઈન્સપેકટર ચૌધરી સહિત ખાડીયા પોલીસ અને એસઆરપી જવાનો વચ્ચે થયું હતું.

- Advertisement -


DCP સુશીલ અગ્રવાલ મોન્ટુનો વરઘોડો કાઢવાના હતા અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ગઈ

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ખાડિયામાં રાકેશ મહેતાની હત્યા કરી ફરાર થયેલા મોન્ટુ નામદારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે Ahmedabad Crime Branch ઝડપી ખાડિયા પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો હતો. દરમિયાનમાં મોન્ટુ નામદાર Montu Namdar ના પત્ની નમ્રતાએ પોલીસ કમિશનરને અરજી આપી હતી. જેના કારણે શુક્રવાર રાતે ખાડિયા પોલીસ Khadia police પાસેથી તપાસ પાછી લઈ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી દેવામાં આવી.



નમ્રતા મોન્ટુ ગાંધીએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને Sanjay Srivastava આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, આ કેસના ફરિયાદી પવન ગાંધીની ખૂબ જ ઊંચી વગ છે, પોલીસ ખાતામાં ઊંચી ઓળખાણ છે આથી અમને ડર છે કે, મારા પતિને તપાસ કરનાર અમલદાર અને તેમના ઉપરી અધિકારીઓ મોટું દબાણ લાવી કબૂલાત કરાવે અને કસ્ટોડિયલ ટોર્ચર કરે તેવી શક્યતા છે આથી સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા પ્રમાણે મારા પતિ સાથે વ્યવહાર થાય તે જોવા વિનંતી છે.

- Advertisement -

સૂત્રની જાણકારી પ્રમાણે, જાહેરમાં નિર્મમ હત્યા કરનાર મોન્ટુ નામદાર Montu Namdar નો ખોફ લોકોમાંથી દૂર કરવા માટે DCP ઝોન 3 સુશીલકુમાર અગ્રવાલ DCP Sushil Kumar Agarwal મોન્ટુ નામદારનો ખાડિયામાંથી વરઘોડો કાઢવાનું નક્કી કર્યું હતું. જેની જાણકારી નામદાર પરિવારને મળી હતી. આથી તેમણે પોલીસ કમિશરને અરજી કરી હતી. સૂત્રની જાણકારી પ્રમાણે શુક્રવારની સાંજે ફૂટ પેટ્રોલીંગમાં નીકળેલા DCP સુશીલ કુમાર અગ્રવાલ ખમાસા ચોકીમાં મોન્ટુ નામદારની કડકાઇથી પૂછપરછ પણ કરી હતી, પરંતુ રાત્રે 9 વાગે ખાડિયા પોલીસને આદેશ મળ્યો કે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular