નવજીવન ન્યૂઝ.અમદાવાદ: સામાન્ય રીતે બોર્ડ અને યુનિવર્સિટીની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન તટસ્થ થઈ શકે તે હેતુથી ખાખી સ્ટીકર કે ડીઝીટલ એસેસમેન્ટ કરવાનો હાલ ટ્રેન્ડ છે, જેના કરણે ઉમેદવારની ઓળખ ખાનગી રાખી શકાય. આઈઆઈટીઈએ સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં તેને સંલગ્ન 59 બી.એડ. કોલેજના અંદાજે 6000 વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન પોતાની કોલેજના અધ્યાપકોને સોંપી મૂલ્યાંકનની હેતુલક્ષિતા સાથે અધ્યાપકો પરના ભરોસાને પ્રાથમિકતા આપી છે.
અજાણ્યું એટલે અનાત્મલક્ષી અને ઓળખીતું એટલે આત્મલક્ષી એવી માન્યતા છે , સત્ય એવું નથી, તેવી પૂર્વધારણાને
ચકાસણીના એરણ પર મૂકતા તા 23 મે થી તા. 1 લી જૂન 2022 સુધી યોજાયેલી યુનિવર્સિટી પરીક્ષાને આચાર્યો અને અધ્યાપકો સાથે ચિંતન શિબિરમાં તથા એકેડેમિક કાઉન્સિલમાં મંજુર કરી ‘શીખવે તે મૂલવે ‘ અભિગમને આગળ લાવ્યા છે.
યુનિ. દ્વારા મોકલેલા પ્રશ્નપત્રો આધારિત લખાયેલા ઉત્તરવહીઓનું મૂલ્યાંકન સંસ્થા ખાતે જ કરવાનું નક્કી કરાયું છે. અધ્યાપકોના સહયોગથી એ કામ સમયસર તા. 1 લી જૂને પૂર્ણ કરવામાં આવ્યું છે. 11 થી 12 કલાક સુધી સેમેસ્ટર 4 અને બપોરે 1 થી 2 દરમિયાન સેમેસ્ટર 2 ના ઉમેદવારોને આઈઆઈટીઈના પ્રતિનિધિની હાજરીમાં મૂલ્યાંકન કરેલી પ્રત્યેક ઉત્તરવહીઓ જે તે ઉમેદવારને સ્વ- અભ્યાસ હેતુ આપવામાં આવી હતી. જેથી તેણે લખેલા ઉત્તરોમાં મૂલ્યાંકન યોજના મુજબ ગુણાંકન થયું છે કે કેમ ! તે જાણી શકે.
જરુર જણાય ત્યારે ચકાસણી કરનાર અધ્યાપક પાસેથી સ્પષ્ટતા કે માર્ગદર્શન મેળવી શકાય અને ગુણાંકમાં ફેરફાર પણ થઈ શકે. ગુણ તપાસણી અને ચકાસણી તત્કાળ શક્ય બની ગઈ. આમ, પરીક્ષા પૂર્ણ થાય એ જ દિવસે પરીક્ષાર્થીઓ તેમનું પરિણામ જાણી શક્યા. જેથી આગામી 12 જૂનથી શરુ થતા નવા શૈક્ષણિક વર્ષથી તેઓ શિક્ષકના વ્યવસાયમાં જોડાઈ શકે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ મૂલ્યાંકનની વિવિધ રીત અને પધ્ધતિઓથી ભાવિ શિક્ષક પરિચિત થાય અને શિક્ષક પરના ભરોસાને દ્રઢ કરી શકાય, કારણ કે શાળા શિક્ષણના 12 વર્ષ પૈકી માત્ર 2 વર્ષ જ જાહેર પરીક્ષા હોય છે , બાકીના ધોરણમાં શિક્ષક અને શાળા જે આપે તેના પર જ સમાજ ભરોસો કરતો હોય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











