નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરનાના કેસે તંત્રને ચિંતામાં મૂકી દીધા છે. અમદાવાદના એક યુવકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તંત્રએ હિસ્ટ્રી ચેક કરતાં સામે આવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 27મી અને 29મી મેએ રમાયેલી IPL ટી20 ક્રિકેટ મેચ સ્ટેડિયમમાં જોવા માટે ગયો હતો. આ મેચમાં 1 લાખ કરતાં પણ વધુ પ્રક્ષકો મેચ જોવા આવ્યા હોવાના કારણે તંત્ર ચિંતામાં મુકાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 કેસ કોરોનાના સામે આવ્યા છે, જેમાંથી 45 કેસ માત્ર અમદાવાદના છે, અન્ય શહેરની વાત કરીએ તો વડોદરામાં 11, રાજકોટમાં 4, મહેસાણા અને સુરતમાં 2 કેસ, ભાવનગર, ગાંધીનગર, મોરબી, નવસારી અને સાબરકાંઠામાં 1-1 કેસ સામે આવ્યા છે. જ્યારે 14 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 200ની આસપાસ હતી તે હવે વધીને 340 થઈ ગઈ છે, ગત 7 માર્ચે રાજ્યમાં 71 કેસ સામે આવ્યા હતા ત્યાર બાદ 90 દિવસ પછી રાજ્યમાં 68 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 156 એક્ટિવ કેસ સામે આવ્યા છે. ધીમે-ધીમે એક્ટિવ કેસમાં વધારો થતાં તંત્રએ પોઝિટિવ કેસની હિસ્ટ્રીની તપાસ કરી રહી છે. મણિનગર વિસ્તારમાં પોઝિટિવ આવેલા યુવકની હિસ્ટ્રી ચેક કરતાં સામે આવ્યું હતું તે અમદાવાદમાં યોજાયેલી IPLની બંને મેચ જોવા માટે ગયો હતો. આ મેચમાં 1 લાખ કરતાં પણ વધારે પ્રેક્ષકો મેચ જોવા માટે આવ્યા હતા. આરોગ્ય વિભાગને શક છે કે યુવકને કોરોનો ચેપ મેચ જોવા ગયા બાદ આવ્યો છે, ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય લોકો પણ ચેપગ્રસ્ત હોવાની આશંકા સેવાઇ રહી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની બે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેડિયમની ફૂલ કેપેસિટી સાથે મેચના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. આ બંને મેચમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યના પ્રેક્ષકો પણ આવ્યા હતા. જો કે અમદાવાદમાં રમાયેલી મેચ બાદ રાજ્યમાં ધીમે-ધીમે કોરોના કેસ સામે આવી રહ્યા છે ઉપરાંત એક પ્રેક્ષકનોપ્ન રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યમાં ફરીએકવાર કેસ વધવાની શકતા વર્તાઇ રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











