નવજીવન ન્યૂઝ. ગાંધીનગર:: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10 નું પરિણામ 65.18 જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 10ના 7.72 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ જોવા માટે વિધાર્થીઓ www.gseb.org વેબસાઈટ પર જોઈ શકે છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે સવારે 8 વાગે www.gseb.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે A-1 ગ્રેડમાં 12,090 વિદ્યાર્થીઓને , A-2 ગ્રેડમાં 52,992 વિદ્યાર્થીઓને, B-1 ગ્રેડમાં 93,602 વિદ્યાર્થીઓને, B-2 ગ્રેડમાં 1,30,097 વિદ્યાર્થીઓને, C-1 ગ્રેડમાં 1,37,657 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિષયોમાં ગ્રેડ ‘E1’ અથવા ગ્રેડ ‘E2’ મેળવનારા વિદ્યાર્થીઓને ફરીથી પૂરક પરીક્ષાઓ આપવાની રહેશે.
ગુજરાત બોર્ડ ધોરણ 10ના પરિણામમાં આ વર્ષે સુરતએ બાજી મારી છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ 75.64 % સુરતનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ 54.29% પાટણનું આવ્યું છે. આ વર્ષે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે કુલ 7,72,771 વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપી હતી જેમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગુજરાતમાં 292 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. જિલ્લા પ્રમાણે પરિણામની વાત કરીએ તો સુરત જિલ્લાનું સૌથી વધારે 75.64% પરિણામ, પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ, અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ, ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ, વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ, જામનગર જિલ્લાનું 69.68% પરિણામ સામે આવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











