વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા): ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન હાલ ગુજરાતનાં રાજકારણમાં કેન્દ્ર સ્થાને છે, તેઓ રાજનીતિમાં જોડાશે કે નહિ એ મુદ્દે રોજે રોજ અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. નરેશ પટેલ પોતે પણ ભાજપ અને કોંગ્રેસ એમ બંનેવ પક્ષના અગ્રણીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. તેઓ ક્યાં પક્ષમાં જોડાશે એ મુદ્દે નરેશ પટેલે હાલમાં પણ મૌન સેવ્યું છે. તો બીજી બાજુ રાજકીય ચર્ચાઓ તો એવી પણ થઈ રહી છે કે કોંગ્રેસમાં જોડાવા મામલે એમને કોંગ્રેસ મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરે એવી માગ મૂકી છે, જો કોંગ્રેસ એમને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર નહીં કરે તો તેઓ કોંગ્રેસ તો શું અન્ય કોઈ પણ રાજકીય પક્ષમાં નહીં જોડાય એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
આ તમામની વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા, રાજનીતિમાં જોડાવવું કે નહીં અને કયા પક્ષમાં જોડાવવું એ મુદ્દે નરેશ પટેલ હાલ રાજ્યના વિવિધ જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે. તો નર્મદા જિલ્લાની મુલાકાતે પણ તેઓ એટલે જ આવ્યા હોવા જોઈએ એમ કહી શકાય.
નરેશ પટેલે રાજપીપલા એ.પી.એમ.સી ચેરમેન દિનેશ પટેલના નિવાસ્થાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, નર્મદા જિલ્લા પાસ કનવીનર પરેશ.કે. પટેલ સહિત અન્ય પાટીદાર અગ્રણીઓ સાથે બંધ બારણે એક બેઠક કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, જો કે નરેશ પટેલની મુલાકાતની મીડિયાને ભનક પણ આવવા દીધી નહોતી.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નરેશ પટેલની સ્થાનિક પાટીદારો સાથે શુભેચ્છા મુલાકાત હતી. તેઓ ભાજપમાં જોડાય એવી અમે લાગણી નરેશ પટેલ સમક્ષ દર્શાવી હતી. જો કે નરેશ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર આગેવાનોને વિશ્વાસમાં લીધા બાદ જ જે તે નિર્ણય લેશે. અમારું એવું માનવું છે કે નરેશ પટેલનો ભાજપ તરફ ઝુકાવ વધુ છે. તેઓ આવનારા સમયમાં ભાજપમાં જ જોડાશે.
આ તરફ અત્યાર સુધીનો ઘટનાક્રમ જોઈએ તો નરેશ પટેલે દરેક રાજકીય પક્ષો સાથે બેઠકો કરી છે મુલાકાતો કરી છે પરંતુ પોતાનો નક્કર નિર્ણય ક્યાં બતાવવામાં થી તેઓ હંમેશા દૂર રહ્યા છે મોટાભાગે ચૂંટણી દરમિયાન તેઓના આ પ્રકારે રાજકીય પક્ષમાં જોડાવાની ચર્ચાઓ થતી રહે છે પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ જોવા મળતું નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












