Friday, August 14, 2026
HomeGeneralજૂની સાયકલ ખરીદી લાવ્યો વ્યક્તિ, પુત્ર સાથે પૂજા કરી, બંને એટલા ખુશ...

જૂની સાયકલ ખરીદી લાવ્યો વ્યક્તિ, પુત્ર સાથે પૂજા કરી, બંને એટલા ખુશ થયા જાણે મર્સિડીઝ કાર ખરીદી હોય, Video દિલ જીતી લેશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી : ઘણીવાર આપણને સોશિયલ મીડિયા પર ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે, જે આપણું દિલ જીતી લે છે અથવા તો જોઈને આપણને આશ્ચર્ય થાય છે. કેટલીકવાર અમુક વિડીયો જોયા પછી આપણે ભાવુક થઈ જઈએ છીએ, કારણ કે તે વિડીયો આપણા હૃદયને સ્પર્શી જાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેણે બધાના દિલ જીતી લીધા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિ ઘરે જૂની સાઇકલ લાવે છે અને તેના પરિવારના સભ્યો એટલો ખુશ છે કે જાણે તેણે કોઈ મોંઘી કાર ખરીદી હોય.



વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘરની બહાર ઊભો છે અને સાઈકલને માળા પહેરાવીને પૂજા કરી રહ્યો છે. સાયકલ દેખાવમાં એકદમ જૂની લાગી રહી છે. તેનો નાનો દીકરો પણ વ્યક્તિની પાસે ઊભો છે. પૂજા કર્યા પછી વ્યક્તિ હાથ જોડે છે. આ દરમિયાન વ્યક્તિના અને તેના પુત્રના ચહેરા પર દેખાતી ખુશી જોઈને એવું લાગે છે કે તેણે સેકન્ડ હેન્ડ સાયકલ નહીં પણ મર્સિડીઝ કાર ખરીદી છે.

આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – આ માત્ર સેકન્ડ હેન્ડ સાયકલ છે. તેમના ચહેરા પરની ખુશી જુઓ. તેની અભિવ્યક્તિ એવું કહે છે કે જાણે તેણે નવી મર્સિડીઝ બેન્ઝ ખરીદી હોય. આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.


- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular