નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં વિવાદમાં રહેતી MSU યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાયો છે. તાજેતરમાં જ વિવાદિત ચિત્રોને લીધે ભારે હોભાળો યુનિવર્સિટીમાં થયો હતો. ત્યારે હવે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવએ લીઘેલા તઘલખી નિર્ણયને કારણે ફરી એકવાર મામલો બીચક્યો છે.
MSU યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવની ઓફીસની બહાર સૂચના સાથે બોર્ડ લખવામાં આવ્યું છે કે, વીસીની ચેમ્બરમાં જતાં પહેલાં મોબાઈલ બહાર મૂકવો. MSU યુનિવર્સિટીના ઇતિહાસમાં આ રીતનો નિર્ણય કોઈ વીસીએ અગાઉ લીધો નથી. ઉપરાંત યુનિવર્સિટી હેડ ઓફિસની બહાર હથિયારધારી જવાન પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત હેડ ઓફિસમાં મીડિયાને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને વીસી કે રજિસ્ટ્રારની ઑફિસ સુધી કોઈને પણ નહીં જવા આદેશ પણ કરવામાં આવ્યો છે. વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ વિવાદિત નિર્ણયોના કારણે ચારે બાજુ તેમની ટીકા થઈ રહી છે.
વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ નિર્ણયોના બચાવમાં યુનિવર્સિટીના પી.આર.ઓ. લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વીસીની ઓફિસમાં લોકો લઈને આવતા હોવાના કારણે ડિસ્ટર્બ થાય છે એટલે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હશે. અગાઉ વિવાદિત ચિત્રોના કારણે યુનિવર્સિટીમાં જે ઘટના બની હતી તેને ધ્યાનમાં લઈને ગનમેન પોલીસ કમિશનરે ફાળવ્યો છે. વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ નિર્ણયો વિરોઘમાં વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ નિર્ણયોના વિરોઘમાં યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મયંક પટેલે કહ્યું હતું કે, આ પ્રકારનો નિર્ણય ગેરવ્યાજબી છે. જેનો સિન્ડિકેટની બેઠકમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વીસી સિન્ડિકેટ અને સેનેટ સભ્યને પણ મળતા નથી અને ફોન પણ ઉઠાવતા નથી. જો વીસીને કોઈને મળવાની ઈચ્છા ન હોય તો ચંદ્ર કે મંગળ પર જઈને હેડ ઓફિસ બનાવવી જોઈએ. એવું તો શું છે ઓફિસમાં કે મોબાઈલ લઈને જઈ ન શકાય? મીડિયાકર્મીઓ પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











