નવજીવન ન્યૂઝ. મોડાસા: અરવલ્લીમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગતાં 3 વાહનો આગની ચપેટમાં આવી ગયા છે. ત્રિપલ અકસ્માતની ઘટનામાં 6 લોકો જીવતા ભડથું થયા છે. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચ્યા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે હાઈવે ઉપર 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો.
અરવલ્લીના મોડાસા પાસે આવેલા કોલીખડ નજીક ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનોમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલ ભરેલા ટ્રક સાથે અકસ્માત થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી મૃતદેહને બહાર કાઢવાની કામગિરી શરૂ કરી છે.
અકસ્માતના બનાવ બાદ 10 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કોલીખડ પાસેથી પસાર થતાં સ્ટેટ હાઇવેને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











