Friday, July 3, 2026
HomeGeneralરેશ્મા પટેલે હાર્દિકને લખ્યો પત્ર, અમે તો ભાજપમાં આટો મારીને પાછા આવ્યા...

રેશ્મા પટેલે હાર્દિકને લખ્યો પત્ર, અમે તો ભાજપમાં આટો મારીને પાછા આવ્યા છીએ અમારા અનુભવમાંથી શીખ લેજો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના તમામ હોદ્દા પરથી હાર્દિક પટેલે રાજીનામું આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી જતાં જતાં કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓને ઘણું બધુ સંભળવતા ગયા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈને રોજ અલગ-અલગ નેતાઓ હાર્દિક પટેલ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાર્દિક પટેલ અંગે NCPની મહિલા નેતા રેશ્મા પટેલે એક પત્ર લખ્યો છે.



NCPની મહિલા નેતા રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, હું આંદોલનના સાથી ભાઈ-બહેનના સંબંધ અને પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષના સાથી રહેલા છીએ. આ કારણથી મોટી બહેન તરીકે હું તમારા ધ્યાનમાં કેટલાક અમારા ભાજપ સાથેના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માંગુ છું. તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુંએ વાતનું દુઃખ ખુબજ થયું પણ, વધારે દુઃખ એ છે કે તમે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપના દંભી કાર્યના ભરપૂર વખાણ કર્યા છે. હાર્દિક તમે તો ભાજપની છઠ્ઠી જાણો જ છો અને ભાજપના ખોટા કાર્યોને આપણે તો જાહેરમાં ખુલ્લા પાડ્યા છે ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.

અમે ભાજપમાં જોડાયા ત્યારે તમને તો ખુબજ ખોટું લાગ્યું હતું અને તમે તો વાકબાણથી અમારા ઉપર ખુબજ પ્રહાર કર્યા હતા. આજે એજ ભાજપ છે ભાઈ તો એ ભાજપના વખાણ કયા મોઢે કરો છો.? હું તમને સલાહ એટલે આપું છું કે અમે આ ભ્રષ્ટ-જુઠ્ઠી ભાજપમાં આટો મારીને પાછા આવ્યા છીએ, અમને પણ 2017માં સરકાર અને સમાજની મિટિંગ પછી સમાજની માંગણીઓ પુરી કરશુ એવું કહીને ભાજપ પગ પકડીને આજીજી કરીને લઇ ગયું હતું પણ હજુ સુધીએ માંગણીઓ તો બાકી જ છે એનું શુ કરીશું.?



માંગણીઓની લેખિતમાં ફાઈલ મેં ખુદ મારા હાથે જ ભાજપ સરકારને સોંપેલી છે. શહીદ ભાઈઓના પરિવારને ભાજપ સરકાર સાથે મુલાકાતો કરાવેલી છે. બીજા ઘણા લોકોએ રજુઆત કરેલી છે છતાં પણ આજ માંગણીઓ અધૂરી છે એ યાદ અપાવું છું. આવી ખોટી, ઢોંગી અને દંભી ભાજપના કડવા અનુભવના કારણે મારા ભાઈ તમને સલાહ આપીશ કે જીવનમાં દરેક અનુભવ જાતે ના કરવાના હોય, બીજાના અનુભવ પરથી શીખ લેવાની હોય એટલા માટે ભાજપનાં કડવા અનુભવ મે તમને જણાવ્યા છે, સાથે સાથે યાદ અપાવીશ કે સમાજની માંગણીઓને આજ પણ લટકાવીને રાખવા વાળી આજ ભાજપે તમને જાતિવાદી, દેશદ્રોહી, ખરતો તારો કીધું હતું એ યાદ રાખજો અને ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી હતી એના ઉપર તમે કાયમ રહેશો એવી આશા રાખું છું. મારી સલાહ છે કે અમે જે ભૂતકાળમાં ભાજપ ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરી એ ભૂલ તમે ના કરતા. તમારા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપ માટેની પ્રીત છલકાય રહી છે પણ ભાજપની બેવફાઈ યાદ રાખજો અને અમારા અનુભવમાંથી શીખ લેજો.



- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular