નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં હાર્દિક પટેલના રાજીનામું આપ્યા બાદ રાજનીતીમાં ભારે ઊથલ પાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા અને કોંગ્રેસ સામે ઘણા બધા આક્ષેપો કર્યા હતા, ત્યાર બાદ હવે ગજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર સામે આવ્યા છે અને તેમણે હાર્દિક પટેલ સામે સીધા આક્ષેપો કર્યા છે. જગદીશ ઠાકોર આજે રાજકોટમાં હતા અને ત્યાં તેમણે એક પત્રકાર પરિષદ આયોજિત કરી હતી જેમાં હાર્દિક પટેલ સામે આક્ષેપો કર્યા હતા.
ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલ સામે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, “આજે હાર્દિક પટેલે ભાજપની પ્રેસનોટ વાંચી છે, પહેલા જેમને તેમણે જનરલ ડાયર કહેતા હતા તેમને હવે ઈશ્વર કહે છે. કોંગ્રેસને હાર્દિક અને ભાજપ વચ્ચેની સાંઠગાંઠની પહેલાથી જ ખબર હતી. હાર્દિક ઉપર થયેલા કેસ પરત થાય તે માટે જ તેમણે આવું કર્યું છે. જેલમાં ન જવું પડે તે માટેના આ હાર્દિક પટેલના પ્રયાસ છે. કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને હેલિકોપ્ટર, પ્લેન સહિતની વ્યવસ્થા કરી આપી હતી આ ઉપરાંત 5 રાજ્યોમાં તેમણે સ્ટાર પ્રચારક પણ બનાવવામાં આવ્યા હતા.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ એક સમાજનો ચહેરો બન્યો હતો, પરંતુ હાર્દિક પટેલને પોતાના રાજદ્રોહના કેસ પરત કરવામાં વધુ રસ હતો. કેવી રીતે જેલમાં ન જવું તે અંગે સતત તે પ્રયાસ કરતાં હતા. હવે તેમણે કોંગ્રેસનાં અન્ય લોકોને પણ કોંગ્રેસ છોડવાની વાત કરે છે. આ ભધુ કમલમમાંથી નક્કી થઈ રહ્યું છે, હાર્દિક પટેલ ભાજપની ભાષા બોલી રહ્યા છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











