Sunday, June 7, 2026
HomeGeneralઅમદાવાદ: S.G હાઇવે પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, હેલ્મેટ પહેર્યું છતાં...

અમદાવાદ: S.G હાઇવે પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, હેલ્મેટ પહેર્યું છતાં વિદ્યાર્થીની બચી ન શકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વહેલી સવારે માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ટ્રક મૂકીને ઘટના સ્થળની નાસી ગયો હતો.



અમદાવાદના એસ.જી હાઇવે પર વહેલી સવારે એક્ટિવા અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઝાયડસ બ્રિજ ઉપર થયો હતો. ડમ્પરની પાછળના ભાગમાં એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. એક્ટિવા ચાલક વિદ્યાર્થીની નિકિતા પંચાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવતા યુનિવર્સિટીના સ્ટાફને પણ અકસ્માત અંગેની જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ અકસ્માતમાં બચી શકી ન હતી.

આ અકસ્માત વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ ઝાયડસ બ્રિજ પર થયો હતો. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ તરફ જઇ રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular