Tuesday, July 7, 2026
HomeGeneralVIDEO: પ્લાસ્ટીકથી પૃથ્વી બચાવવા લડતો ખેડૂત અમદાવાદની બજારમાં મફત કાપડની થેલી વિતરણ...

VIDEO: પ્લાસ્ટીકથી પૃથ્વી બચાવવા લડતો ખેડૂત અમદાવાદની બજારમાં મફત કાપડની થેલી વિતરણ કરે છે

- Advertisement -

દેવલ જાદવ/તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વિશ્વમાં હાલ પ્લાસ્ટીકના કારણે પર્યાવરણમાં જે નુકશાન થઈ રહ્યું છે તે ભવિષ્ય માટે કેટલું જોખમી છે તે સામાન્ય રીતે લોકો સમજતા નથી, પરંતુ કેટલાક લોકો તેવા પણ છે જે આ નુકશાનને કેવી રીતે અટકાવી શકાય તે અંગે પ્રયાસ કરી રહ્યા છે. સિદ્ધપુરમાં રહેતા ધીરજભાઈ પણ આવું જ કંઈક કામ છેલ્લા 10 વર્ષથી કરે છે. પ્લાસ્ટીકના કારણે થતાં નુકશાન અંગે તેમણે લોકોને જાગૃતિ ઝુંબેશ શરૂ કરી છે, આ સાથે-સાથે તેઓ પ્લાસ્ટીકનો પર્યાય એટલે કે કાપડની થેલી લોકોને નિઃશુલ્ક વિતરણ છે. પ્લાસ્ટીક સામે લડાઈ અને લોકોને જાગૃત કરવાના હેતુથી ખેડૂત પુત્ર ધીરજભાઈ આજે સિદ્ધપુરથી અમદાવાદ ખાતે આવ્યા હતા.



વ્યવસાયે ખેતી કરી ગુજરાન ચલાવતા ધીરજભાઈ સિદ્ધપુરના કલ્યાણા ગામના વાતની છે. તેઓએ ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા 10 વર્ષથી ધીરજભાઈ લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા તેમજ પ્લાસ્ટીકની જગ્યાએ પર્યાવરણને શક્ય એટલું ઓછું નુકસાન પહોંચાડે તેવી વસ્તુઓ વાપરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. શરૂઆતમાં તેમણે સ્વખર્ચે આ અભિયાનની શરૂઆત કરી હતી, ત્યારબાદ થોડા સમય અગાઉ ‘નિસર્ગ ફાર્મા’ નામની એક ખાનગી કંપની તેમની મદદે આગળ આવી હતી. આ કંપની હવે ધીરજભાઈને કાપડની થેલીઓ આપે છે. કંપનીની જાહેરાત વાળી કાપડની થેલીઓ ધીરજભાઈ અલગ-અલગ શહેર, તાલુકા અને ગામમાં જઈને નિઃશુલ્ક વિતરણ કરે છે. સાથે જ લોકોને પ્લાસ્ટીકના ગેરફાયદા અંગેની સમજ પણ આપે છે. આ કાર્ય માટેનો તમામ ખર્ચ ખુદ ભોગવે છે વળી તેમને કોઈ આર્થીક લાભ પણ મળતો નથી.

સામાન્ય રીતે આપણે જોઈએ છે કે, લોકો સીંગલ યુઝ પ્લાસ્ટીકનો બહોળી માત્રામાં ઉપયોગ કરે છે. ટૂંકમાં કહીએ તો રોજીંદા જીવનમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક વીના ચાલી ન શકે તવી સ્થીતી છે. આ પ્લાસ્ટીક એકંદરે પર્યાવરણને સતત નુકસાન કરવા સાથે આવનારી પેઠી માટે ઝેર તૈયાર કરે છે. સૌ કોઈ જાણે છે કે, આપણી વસુંધરાના દરીયામાં અબજો ટન પ્લાસ્ટીક ઠાલવી દેવાયું છે અને હજુ ઠલવાય રહ્યું છે. આપણું આ કૃત્ય આપણા માટે ખતરનાક છે જ સાથે દરિયાઈ જીવો માટે પણ જીવલેણ સાબિત થાય છે.



આ પ્રકારે વસુંધરાએ ભેટ આપેલી જમીન પરનું પ્લાસ્ટીક પણ જીવ માટે નુક્સાનકારક છે. આ વાત હવામાં ગોળીબાર નથી અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કરી સાબિત કરી બતાવ્યું છે. હવે જ્યારે આપણે પર્યાવરણને નુકસાન કરાવના કાંઠે આવી ઉભા છીએ ત્યારે માનવજાતે સમજવાની જરૂર છે. ધીરજભાઈની જેમ આપણે સૌ એ પણ સમજ કેળવી લઈ પ્લાસ્ટીકનો બિનજરૂરી ઉપયોગ બંધ કરવો પડે તે વખત આવી ચૂક્યો છે. આમ કરી આપણે કરેલા નુકસાનને તુરંત તો ભરપાઈ નહીં કરી શકીએ પણ તાત્કાલીક અટકાવી જરૂર શકાય છે. ધીરજભાઈ એ વાતનું ઉદાહરણ છે કે, સામાન્યમાં સામાન્ય માણસની પહેલ પણ ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી આપદા સામે લડવામાં મદદરૂપ બની શકે છે.

- Advertisement -

પોતાના અભિયાન અંગે વાત કરતાં ધીરજભાઈએ જણાવ્યુ હતું કે, “મે છેલ્લા 10 વર્ષથી આ અભિયાન શરૂ કર્યું છે. હું જ્યારે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા ગાળામાં એક વાળ ફસાઈ ગયો હતો તે સમયે મને જે વેદના થઈ હતી તેના કરતાં અનેક ગણી વધારે વેદના રસ્તે ફરતા પશુઓ પ્લાસ્ટીક ખાઈ લે ત્યારે સહન કરતાં હશે. આ ઉપરાંત જમીનમાં જે પ્લાસ્ટીક જાય છે તેના કારણે ખેડૂતોને પણ નુકસાન થાય છે. જમીનમાં રહેલા પ્લાસ્ટીકના કારણે ભવિષ્યમાં જો અનાજ જ નહીં ઊગે તો આપણે જમીશું શું?”



તેમણે પોતાની આ સફર અંગે વાત કરતાં નવજીવન ન્યૂઝની ટીમને જણાવ્યુ હતું કે, “પહેલા હું સ્વખર્ચે આ અભિયાન ચલાવતો હતો. તે સમયે મને એક કાપડની થેલી 20 રૂપિયામાં પડતી હતી અને હું લોકોને આ થેલીઓ નિશુલ્ક આપતો હતો, પરંતુ મારી પહેલી શરત એ હોય છે કે જે લોકો કાપડની થેલી સ્વીકારે છે તેમણે પ્લાસ્ટીકનો ઉપયોગ શક્ય હોય તેટલો ટાળવો પડશે. જેમ જેમ હું આ સફરમાં આગળ વધ્યો ત્યારે મને એક કંપનીએ સહયોગ આપ્યો અને તેમણે મને કાપડની થેલીઓ બનાવી આપે છે અને હું અલગ અલગ જગ્યાએ જઈને લોકને આ કાપડની થેલીઓ આપીને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું.”

જ્યારે ધીરજભાઈ અલગ અલગ ગામોમાં આવી રીતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતાં હતા ત્યારે કેટલાક ગામના લોકોએ તેમણે કહ્યું કે, આ બધુ પ્લાસ્ટીક તો શહેરોમાંથી આવે છે, મોટી મોટી પ્લાસ્ટીકની કંપની તો શહેરોમાં છે તો તમે શહેરમાં કેમ જાગૃતિ નથી લાવતા. શહેરમાંથી પ્લાસ્ટીક આવશે નહીં તો અમે ઉપયોગ કરીશું નહીં. આ ઘટના બાદ તેમણે અલગ-અલગ શહેરોમાં જઈને જાગૃતિનું કામ શરૂ કર્યું. જે અંતર્ગત તેમણે ઉત્તર ગુજરાતનાં દરેક જીલ્લામાં પ્લાસ્ટીક હટાવોના સંદેશ સાથે ફર્યા અને આજે પોતાનું બાઇક લઈને અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ તકે દેશના ખેડૂત પુત્ર ધીરજભાઈની આ સરાહનીય પહેલની વધાવી હતી. સાથે જ નવજીવન ન્યૂઝની ટીમ દ્વારા તેમની મુલાકાત કરી અને તેમના જાગૃતિના અભિયાનમાં સહયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular