Tuesday, July 7, 2026
HomeGeneralડીસાઃ મુકબધીર બાળકી સાથે દુષ્કર્મ કરી ગળુ કાપી દેનારા શખ્સને પોલીસની સચોટ...

ડીસાઃ મુકબધીર બાળકી સાથે દુષ્કર્મ કરી ગળુ કાપી દેનારા શખ્સને પોલીસની સચોટ ઈન્વેસ્ટીગેશને ફાંસીના માંચડા સુધી પહોંચાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડીસાઃ ડીસાના એક શખ્સે એક મુકબધીર એવી મામાની દીકરીને અવાવરું જગ્યા પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યા પછી તેનું ગળું કાપી નાખી તેની હત્યા કરી દીધી હતી. આ ગુનામાં પોલીસે તેના સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જોકે પોલીસની ખરી સફળતા ત્યારે મળી જ્યારે કોર્ટે આ શખ્સને પોલીસે ભેગા કરેલા સાઈન્ટિફીક પુરાવાઓને આધારે ફાંસીની સજા ફટકારી હતી.



ઘટના એવી છે કે ડિસામાં વર્ષ 2020માં નીતિન કિશોર ચૌહાણ નામના એક શખ્શે તેની મામાની દીકરી કે જે તેની પણ બહેન જ થાય તેના પર નજર બગાડી હતી. ઉપરથી આ દીકરી બહેરી અને મુંગી હતી. તેને આ નીતિન નામનો શખ્સ સાંજે સાતેક વાગ્યે અપહરણ કરીને ભાખર મોટી ગામની સીમમાં એક અવાવરુ જગ્યામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જે પછી તેણે ધારદાર હથિયારથી તે દીકરીનું ગળું કાપી નાખ્યું હતું તેમાં પણ એટલી ક્રુરતા કે ધડથી માથું અલગ કરી નાખ્યું હતું. આ ઘાતકી હત્યાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. લગભગ દરેક આ શખ્સની સામે કડક કાર્યવાહી હાથ તેવી અરજ કરી રહ્યા હતા.

- Advertisement -

દરમિયાન આરોપીને નાયબ પોલીસ અધિક્ષક ડો. કૌશલ આર ઓઝાએ હસ્તગત કરી દાંતીવાડા પોલીસ મથકે પોક્સો, હત્યા અને દુષ્કર્મ સહિતની કલમોના અંતર્ગત ગુનો નોંધી ઈન્ચાર્જ એસપી વાય એમ મિશ્રા, સીપીઆઈ ડીસાના જરુરી માર્ગદર્શન હેઠળ સૂચનાઓ આપી ગુનાના પુરાવાઓ વૈજ્ઞાનીક ઢબે એકત્રીત કરાવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલી અને સભ્ય સમાજમાં કલંકરૂપ અને દુઃદ ઘટનાને ધ્યાને લઈ નિવૃત્ત ડીવાયએસપી આર એમ ભદોરિયાની જ્યૂરી તરીકે નીમણૂંક કરાવી સમાજમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર અટકાવવા કોર્ટમાં કેસ ચાલી જતાં. આરોપીને પોલીસે રજુ કરેલા પુરાવાઓને આધારે ફાંસીની સખ્ત સજા કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. ડીસા એડી સેસન્સ જજ બી જી દવેએ આ આરોપીને સજા ફટકારી હતી. પોલીસની સચોટ ઈન્વેસ્ટીગેશન અને કોર્ટની શક્ય તેટલી ઝડપી કાર્યવાહીએ માત્ર દોઢ વર્ષના ગાળામાં બાળકીને ન્યાય અપાવ્યો હતો.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular