નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસ અને ભારતીય કોસ્ટ ગાર્ડના સમન્વય દ્વારા આ ડ્રગ્સના ડ્રગ્સના જથ્થાને ગુજરાતમાં આવતો અટકાવવામાં આવે છે. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો હોવાને કારણે મોટા ભાગે દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનું ડ્રગ્સ તો ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા પકડી લેવામાં આવ્યું છે, તેમ છતાં કેટલું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું હશે તેની માત્ર કલ્પના જ કરવી રહી. ATS દ્વારા આજે સોમવારે પણ કચ્છ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળ સીમામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
ગુજરાત ATSમાં ફરજ બજાવતા DySP ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી ડ્રગ માફિયા મુસતુફા દ્વારા ભારતમાં ડ્રગ્સની ઘુસણખોરી કરવવા માટે કરાચી બંદરથી એક બોટ મોકલવામાં આવી છે. બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન એક અલ હજ નામની એક પાકિસ્તાની બોટ IMBLથી 14 નોટિકલ માઈલ અંદર આ બોટ જોવા મળી હતી. ત્યાર બાદ કોસ્ટ ગાર્ડ શીપ દ્વારા આ બોટને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જ્યારે કોસ્ટ ગાર્ડ શીપ દ્વારા બોટને રોકવાનો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે આ બોટ દ્વારા વધુ ઝડપથી ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે કોસ્ટ ગાર્ડ શીપ માંથી ફાયરિંગ કરીને બોટને રોકવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSના અધિકારીઓએ બોટની અંદર જઈને સર્ચ કર્યું હતું જેમાં 1-1 કિલોના 56 પેકેટ એમ કુલ 56 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 280 કરોડ જેટલી થાય છે.
ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા સર્ચમાં અલ હજ નામની બોટ માંથી 56 કિલો હેરોઈન અને 9 પાકિસ્તાની ખલાસીઓ મળી આવ્યા હતા, અત્યારે આ 9 પાકિસ્તાની લોકોની અટકાયત કરીને તેમને જખૌ ખાતે વધુ તપાસ માટે લાવવામાં આવી રહ્યા છે. પકડાયેલા લોકો અને ડ્રગ્સની તપાસ ATS અને NCB દ્વારા કરવામાં આવી છે, જેના ભાગ રૂપે NCB દ્વારા અલગ અલગ ટિમ બનાવીને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી છે.
In joint Ops with ATS #Gujarat , @IndiaCoastGuard Ships apprehended Pak ⛵ Al Haj with 09 crew in #Indian 🇮🇳 side of Arabian sea with heroin worth 280 crs
Boat being brought to #Jakhau for investigation@AjaybhattBJP4UK @Bhupendrapbjp @dgpgujarat @NIA_India pic.twitter.com/6pFBikGNzN
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) April 25, 2022
પ્રાથમિક પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે, ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાનનાં ડ્રગ માફિયા મુસતુફા દ્વારા મોકલવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી આ ડ્રગ્સ ગુજરાતનાં દરિયા કિનારે ઉતારીને પછી તેને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં મોકલવાનો પ્લાન હતો. આ અંગે વધુ તપાસ કરવા માટે NCB દ્વારા અલગ અલગ ટીમ બનાવીને ઉત્તર ભારતના રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











