નવજીવન ન્યૂઝ. ગુવાહાટીઃ ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટએ જામીન મજુર કર્યા છે. ગયા અઠવાડિયે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટ્વિટ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. કોકરાઝારની કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પછી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં હતા. રવિવારે મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં દલીલો રાત્રે 9.30 વાગ્યા સુધી બે કલાકથી વધુ ચાલી હતી. આ મામલાની સુનાવણી સીજેએમના નિવાસસ્થાને થઈ હતી.
આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન બોરા અને ધારાસભ્યો દિગંત બર્મન અને એસકે રશીદે પાર્ટી કાર્યાલયથી કોકરાઝાર પોલીસ સ્ટેશન સુધી મૌન કૂચ કરી. કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટને લઈને કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવ્યા બાદ બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં જીગ્નેશ મેવાણીએ કથિત રીતે ટ્વિટમાં કહ્યું હતું કે પીએમ મોદી “ગોડસેને ભગવાન માને છે”.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











