નવજીવન ન્યૂઝ. અમદાવાદ: :અમદાવાદમાં બે લોકોના ઝઘડામાં ત્રાહિત વ્યક્તિ ઝઘડો શાંત કરવા પહોંચતા તેની પર હુમલો કરવામાં આવ્યો છે. કાર પાર્કિંગ બાબતે બે કાર ચાલક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો મામલો થાળે પાડવા સિક્યોરિટી ગાર્ડ વચ્ચે પડ્યો અને ઝઘડો કરવાનું ના પાડતા તેની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. સિક્યોરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
માહિતી અનુસાર, સેટેલાઈટ વિસ્તારમાં શીતલ વર્ષા કોમ્પલેક્ષમાં એચ સી સી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંદીપસિંહ પરિહાર ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી ડ્યૂટી પર હતા. તે દરમિયાન અગિયાર વાગ્યાની આસપાસ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર ટિફિન લેવા માટે ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર બે કાર ચાલક ગાડી નીકળવા અને પાર્કિંગની બાબતને લઈને બોલાચાલી કરી રહ્યા હતા. તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ત્યાં પહોંચ્યો હતો અને ઝઘડો કેમ છો તેમ કહેતા જ પોલો કંપનીની બ્લુ કલરની કારમાંથી બે લોકો તેની પાસે આવીને બોલાચાલી કરવામાં લાગ્યા હતા.
કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કરતાં કહ્યું કે, તુમ યહાં સિક્યુરિટી ગાર્ડ હો તો તુમ્હારા કામ હમારી ગાડી પાર્ક કરવાના હૈ. સિક્યુરિટી ગાર્ડે કારચાલકને કહ્યું કે, તેની નોકરી ત્રીજા માળ પર એચ સી સી હોસ્પિટલમાં છે. જેથી કાર ચાલકે ઉશ્કેરાઈને કહ્યું તો શું થઈ ગયું સિક્યુરિટી ગાર્ડ તો છે ને તેમ કહીને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. સિક્યુરિટી ગાર્ડએ ગાળો બોલવાનીના પાડતાં જ ઉશ્કેરાયેલા કારચાલકે સિક્યુરિટી ગાર્ડને લાફો મારી દીધી હતી. જ્યારે કાર ચાલક સાથે રહેલા અન્ય વ્યક્તિએ બીજા સિક્યુરિટી ગાર્ડ પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી દીધો હતો. અને કાર સવાર બંને વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. સિક્યુરિટી ગાર્ડને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











