નવજીવન ન્યુઝ. સુરત ગ્રામ્ય: ઓલપાડ-સુરત રાજ્ય ધોરી માર્ગ ઉપર માસમા ગામ નજીક સરકારી બોલેરો ગાડીથી શ્રમજીવી બાઈકના ચાલકને પાછળથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં ઓલપાડ પોલીસે ગુનો નોધી તપાસ કરતા અકસ્માત મોતની ઘટના ખુદ સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન્ટે કરી હોવાનું નોધાયું હતું. આટલું જ નહી પણ અકસ્માત કરીને ભાગી છુટ્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયેલા કમાન્ડને અકસ્માતના પુરાવા નાસ કરવા સરકારી વાહન રીપેરીંગ કરાવ્યાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. ત્યારે હવે સરકારી વાહથી અકસ્માતે નિર્દોષનો ભોગ લેવાની ઘટનામાં રાજ્ય ગૃહ વિભાગે એડવોકેટ સંજય પટેલને સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન્ટ ના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે.
ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતે આવેલ ટેક્ષટાઇલ યુનિટમાં કામ કરતા શ્રમજીવી ગત તારીખ ૧૪ જાન્યુઆરી 2022ની સાંજે રાજેન્દ્ર કેવટ તેના મિત્રની મોટર સાઇકલ ઉપર સવાર થઈ સુરતથી ઓલપાડ જતા રોડ ઉપર માસમા ગામની સીમમાં સિધ્ધનાથ એવેન્યુની સામેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પુરપાટ ઝડપે દોડતા સરકારી બોલેરો વાહનના અજાણ્યા ચાલકે પુરઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી રાજેન્દ્ર કેવટના મિત્રની મોટર સાઇકલને પાછળથી ટક્કર મારી અડફતે લીધી હતી. જેથી સર્જાયેલા અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલ રાજેન્દ્ર કેવટ રોડ ઉપર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે ઓછી-વત્તી ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.
જયારે અકસ્માત કરી સરકારી બોલેરાનો વાહન ચાલક ઘટના સ્થળેથી ગાડી લઈને ભાગી ગયા હતા. જો કે અકસ્માત ને નજરે જોનાર મહેશ કેવટે અકસ્માત સર્જનાર સરકારી બોલેરો વાહનની માત્ર સિરીઝ નં GJ-12 યાદ હોવાથી તેણે ઓલપાડ પોલીસ મથકમાં અજાણ્યા સરકારી બોલેરો ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે અકસ્માત મોતનો ગુનો નોંધી ઓલપાડ પી.એસ.આઇ કે.એમ.ચૌહાણ દ્વારા ઘટનાની તલસ્પર્શી તપાસ કરતા સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન્ટ એડવોકેટ સંજય કાંતિલાલ પટેલે રહે માસમાં ગામના ને હોમગાર્ડ વિભાગ તરફથી સરકારી કામો માટે ફાળવવામાં આવેલી સરકારી બોલેરો ગાડી પોતે હંકારી લાવી પરપ્રાંતીય યુવકને મોતને ઘાટ ઉતારી ગાડી લઈને ભાગી છૂટ્યા હોવાનું નોધાયું હતું.
ત્યારે અકસ્માત મોતની ઘટનામાં ભાગી છુટેલો હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય પટેલ ખુદ ઓલપાડ પોલીસ સમક્ષ હાજર થયો હતો જ્યારે તપાસ કરતા અધિકારી પી.એસ.આઇ કે.એમ.ચૌહાણના કહેવા મુજબ અકસ્માત વાળી સરકારી ગાડી પરથી અકસ્માતની ઘટનાનો પુરાવો નાસ કરવા ગાડીમાં થયેલી નુકસાની રીપેરીંગ કરાવી હોવાનું પણ તપાસમાં નોધાયું છે. ત્યારે સરકારી ગાડીથી અકસ્માત કરી નિર્દોષ શ્રમજીવીનો ભોગ લેવાની ઘટનાની ગંભીરતાલા જોતા રાજ્ય ગૃહ વિભાગે એડવોકેટ સંજય પટેલને સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન્ટના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એડવોકેટ સંજય પટેલને સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન્ટના હોદ્દા પર હંગામી નિયુક્તિ પામ્યા બાદ અનેક વાર જુદા જુદા વિવાદોમાં પણ આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











